ઉ.ગુજરાતના દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ.દર્દીઓને ટ્રેકટરમાં ખસેડવા પડ્યા

PC: news18.com

ચોમાસાની ધમાકેદાર શરૂઆત ગુજરાતમાં થઇ ગઇ છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી હવે વરસાદે ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. દરેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. દાંતામાં તો માત્ર 4 જ કલાકમાં 8 ઇંચ વરસાદ પડી જવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા.

દાંતામાં આવેલી સરકારી હોસ્પિટલમાં પાણી ઘુસી ગયા પછી દર્દીઓને ટ્રેકટર અને ટ્રેચરમાં બેસાડીને અન્ય હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.

પાલનપુરમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો, પણ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા. કડીમાં પણ જોરદાર વરસાદ પડ્યો અને પાણી ભરાઇ ગયા છે. બનાસકાંઠામાં પણ આ જ સ્થિતિ છે.

હવામાન વિભાગે ગુરુવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી બોટાદમાં વરસાદની આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp