ગુજરાતના આ શહેરમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલે છે, કરોડોની કમાણી ગજવે

PC: divyabhaskar.co.in

હજુ થોડા સમય પહેલા દાહોદમાં એક નકલી સરકારી ઓફિસનું કૌભાંડ પકડાયું હતું, હવે એવું જાણવા મળ્યું છે કે ગુજરાતના મોરબીમાં આવેલા વાંકાનેરમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલે છે, કરોડો રૂપિયાની કમાણી ગજવામાં જાય છે અને સરકાર, કે તંત્રને આ વાતની બિલકુલ જાણકારી નથી. આપણને નવાઇ લાગે કે કેટલી હદ સુધી ધુપ્પલ ચાલે છે અને તે પણ બિન્દાસ્ત. દાહોદમાં એક માણસે નકલી સરકારી ઓફિસ બનાવી હતી અને બિન્દાસ્ત સરકારી ફંડ પણ મેળવ્યુ હતું. સરકાર, તંત્ર બધા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગે છે.

 મોરબીના વાંકાનેરમાં છેલ્લાં દોઢ વર્ષથી એક નકલી ટોલનાકું ચાલતું હોવાની વાત સામે આવી છે. વઘાસિયા ગામ પાસે એક બંધ ફેકટરીને ભાડે રાખીને ટોલનાકું ચલાવવામા આવી રહ્યું છે અને કરોડો રૂપિયાની આવક કોઇકના ગજવમાં જઇ રહી છે.

 

આ નકલી ટોલનાકા પર ફોર વ્હીલર માટે 50 રૂપિયા, ટ્રક માટે 100 અને મોટી ટ્રક માટે 200 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. હવે અધિકારીઓના ધ્યાન પર વાત આવતા આ નકલી ટોલ પ્લાઝાને નોટિસ આપવામાં આવી છે. જાણવા મળેલી વિગત મુજબ આ ટોલનાકું પોતાને નિવૃત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યકિતનું છે.

આ તો ત્યારે ખબર પડી જ્યારે એક વીડિયો વાયરલ થયો. વઘાસિયા ટોલનાકા પાસે ખાનગી માલિકીની જગ્યામાં નકલી ટોલનાકું ચલાવવાનો ધંધો ચાલે છે.

નકલી ટોલનાકાની ડાબી બાજુ અસલી ટોલનાકું પણ આવેલું છે. પછી સિરામિક ફેક્ટરી છે અને બાજુમાં રસ્તો છે. તેમની વચ્ચે 100થી 200 મીટરનું અંતર છે.

આ બાબતે જ્યારે ગાંધીધામ ડિવિઝનના પ્રોજેક્ટ ડાયરેક્ટર જિતેન્દ્ર ચૌધરી સાથે મીડિયાએ વાત કરી તો તેમણે કહ્યું કે, ટોલ પ્લાઝા બનાવીને કોઇ ઉઘરાણું કરી રહ્યું છે એવી કોઇ ફરિયાદ અમારી પાસે આવી નથી, છતા જો આવું થતું હોય તો તે ગંભીર બાબત છે અને તેને કારણે સરકારની તિજોરીને નુકશાન થશે. અમે તપાસ કરાવીશું એમ ચૌધરીએ કહ્યું હતું.

કેવા કેવા ભેજાબાજ લોકો હોય છે અને તેમને સરકાર, પોલીસ કલેક્ટર કે તંત્ર કોઇનો ડર લાગતો નથી.દાહોદમાં નકલી સરકારી કચેરી ઉભી કરવા સાથે નકલી સરકારી અધિકારી બનીને સિંચાઇ વિભાગના 100 વિવિધ કામો મેળવીને 18.59 કરોડનું કોભાંડ આચરવાના પ્રકરણમાં હવે અસલી સરકારી અધિકારીઓ પકડમાં આવી રહ્યા છે. સરકારી અધિકારીઓની સીધી દોરવણી હેઠળ આ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવી રહ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp