ગુજરાતઃ બસ પલટી કરતા 40 મુસાફરો ઇજાગ્રસ્ત, મોટાભાગના પોલીસ ટ્રેનિંગમાં જતા હતા

PC: gujarati.news18.com

સુરેન્દ્ર નગર જિલ્લામાં વાણા ગામ પાસે એક ગુજરાત રોડવેઝ (GSRTC)ની બસ પલટી મારી ગઈ. બસ પોલીસ ટ્રેનિંગ માટે યુવક અને યુવતીઓને લઈને જઈ રહી હતી. આ ઘટનામાં 40 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. જાણકારી મળતા પહોંચેલા અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડ્યા. ઘટનામાં કેટલાક યુવક અને યુવતીઓને વધારે ઇજાઓ પણ થઈ છે પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.

પોલીસના જણાવ્યા મુજબ, પોલીસ ટ્રેનિંગ માટે રોડવેઝની બસ યુવક અને યુવતીઓને લઈને જુનાગઢ જઈ રહી હતી. ત્યારે જ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વાણા ગામ પાસે ST બસ ચાલકે સ્ટિયરિંગ વ્હીલથી નિયંત્રણ ગુમાવી દીધું અને બસ પલટી મારી ગઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ ગઈ. તેની જાણકારી પોલીસને આપવા પર પોલીસ ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી અને પછી બચાવ કાર્ય શરૂ કરાયું. પોલીસે સ્થાનિક લોકોની મદદથી યાત્રીઓને બસથી બહાર કાઢ્યા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

દુર્ઘટનાની જાણકારી મળવા પર ઉપ મુખ્ય આરક્ષી જગદીશભાઇ મકવાણા, જિલ્લા કલેક્ટર કે.સી. સંપત, સ્વાસ્થ્ય અધિકારી બી.જી. ગોહિલ સુરેન્દ્રનગર હૉસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી કે બસમાં સવાર યાત્રીઓમાં મોટા-ભાગે એ યુવક-યુવતીઓ સવાર હતા, જે પોલીસ ટ્રેનિંગ માટે જઈ રહ્યા હતા. બસ જુનાગઢ તરફ જઈ રહી હતી અને વાણા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. બસમાં સવાર ઇજાગ્રસ્ત મુસાફરોમાં મોટા ભાગના પોલીસ તાલીમાર્થીઓ હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે.

બીજી તરફ આજે અકસ્માતની વધુ ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં પાટણ જિલ્લામાં સાંતલપુરના સીધાડા ગામ નજીક ST  બસ પલટી જતા 10 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. થોડા દિવસ અગાઉ રોડવેઝની એક બસ પાટણ જિલ્લાના સંતાલપુર તાલુકાના સિદ્ધાથી બાબરા ગામ સુધી હાઇવે પર એક ST બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. હાલમાં જ ગુજરાત રોડવેઝે જૂની બસો હટાવવાનો નિર્ણય લીધો હતો. એ અકસ્માતમાં પણ ST બસ ચાલકએ સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું અને બસ પલટી ગઈ. જેથી 10 કરતા વધુ યાત્રીઓને સમાન્ય ઇજા થઈ હતી, પરંતુ આ ત્યારે વધુ યાત્રીઓને ઇજાઓ થઈ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp