સુરેન્દ્રનગરઃ પાટડી પાસે અકસ્માત કારનો ખુરદો બોલી ગયો, 4ના મોત, બેસણામા જતા હતા

PC: divyabhaskar.co.in

મોરબીમાં રહેતા 4 લોકો કારમાં જઇ રહ્યા હતા ત્યારે કારને એવો ગંભીર અકસ્માત નડ્યો કે પળવારમાં 4 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. સાસરીયા પક્ષમાં કોઇકનું અકસ્માતમાં મોત થયું હતું તેના બેસણાની વિધીમાં જઇ રહ્યા હતા ત્યારે રોડ અકસ્માતમાં ચારેય જણાએ જીવ ગુમાવી દીધો હતો. તસ્વીરો જોશો તો તમને ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવશે.

સુરેન્દ્રનગર જુલ્લાના પાટડી તાલુકામાં એક કારને ગંભર અકસ્માત નડ્યો છે. દેત્રોજ ગામમાં સબંધીને ત્યાં થયેલા અવસાનના બેસણામાં જઇ રહ્યા હતા ત્યારે ટ્રકે ધડાકભેર ટક્કર મારતા કાર ઉછળીને ખેતરમાં પડી હતી અને કારનો ખુરદો બોલી ગયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલામાંથી એકેય લોકો બચ્યા નહોતા. તેમના મૃતદેહોને જેમ તેમ કરીને બહાર કાઢવા પડ્યા હતા. મોતને ભેટનારા ચારેય દરબાર હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ સુરેન્દ્ર જિલ્લાના દસા જૈનાબાદ વચ્ચે એક સ્વીફ્ટ કાર જઇ રહી હતી ત્યારે રાજસ્થાન પાસિંગની એક ટ્રકે સ્વીફટ કારને જોરદાર ટકકર મારી હતી. ટકકર એટલી ભારે હતી કે કાર હવામાં ઉછળીને ખેતરમાં પડી હતી અને 4 લોકોના મોત થયા છે.

પોલીસે કહ્યું હતું કે મોરબી પાસેના વિરપડા ગામના દરબારો કારમાં દેત્રોજ એક બેસણામાં જઇ રહ્યા હતા.

અકસ્માતમની જાણ થતા લોકોના ટોળે ટોળે ભેગા થયા હતા અને લોકોએ મૃતદેહોને કારમાંથી બહાર કાઢવાની કોશિશ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસે કહ્યું હતુ કે જે કારને અકસ્માત નડ્યો હતો તે કુલદિપસિંહ પરમારના નામે બોલે છે.

દસાડા PSI વી આઇ ખડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે અકસ્માતમાં મોતને ભેટનારા ચારેય લોકો મોરબી જિલ્લાના છે. એમાંથી 3 લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઇ છે. વાત એમ હતી કે જે લોકો મોતને ભેટ્યા છે, તે લોકો કુકવામાં ગામમાં તેમના સાસરી પક્ષમાં કોઇકનું અકસ્માતમાં મોત થયું હતુ તેના બેસણા માટે જઇ રહ્યા હતા. મરનાર ચારેય જુદા જુદા પરિવારના હતા.ઇન્દ્રજિતસિંહ જટુભા ઝાલા (ઉંમર વર્ષ 22, રહે. મોડપર, મોરબી), મુક્તરાજ કલુભા ઝાલા (ઉંમર વર્ષ 34, રહે. મોડપર, મોરબી),સિદ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉંમર વર્ષ 33, રહે. વીરપરડા, મોરબી),વિજયભાઈ મોમજીભાઈ મુછડિયા (ઉંમર વર્ષ 25, રહે. ઇન્દિરાનગર-મહેન્દ્રનગર મોરબી)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp