જામનગરમાં લોકસભા ચૂંટણીમાં આહિર વર્સીસ પાટીદારનો જંગ થશે

PC: india.com

જામનગરમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં આહિર વર્સીસ પાટીદારનો જંગ થવાનો છે. ભાજપે આહિર સમાજમાંથી આવતા પૂનમ માડમને ત્રીજી વખત ટિકિટ આપી છે તો કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર પર દાવ રમ્યો છે અને જે. પી. મારવિયાને ટિકિટ આપી છે.

જે.પી. મારવિયા પાટીદાર સમાજમાંથી આવે છે અને કોંગ્રેસે આ વખતે તેમને પૂનમ માડમ સામે ઉતાર્યા છે. જે. પી. મારવિયા વ્યવસાયે વકીલ છે અને જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છે. તેઓ 22 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા છે. કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ડિરેકટર છે.

પૂનમ માડમ વર્ષ 2012માં ભાજપમાં જોડાયા હતા અને તરત જ ભાજપે તેમને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપેલી અને માડમ જીતેલા. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી અને સાંસદ બન્યા અને 2019ની ચૂંટણીમાં પણ જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp