અનંત અંબાણીએ દેશનું સૌથી મોટું ખાનગી જંગલ વનતારા જામનગરમાં બનાવ્યું

PC: timesofindia.indiatimes.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ જામનગરમાં આવેલી રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઇનરી સંકુલમાં 3000 એકરમાં ખાનગી જંગલ ઉભુ કર્યું છે,જેનું નામ વનતારા રાખવામાં આવ્યું છે. વનતારાનો મતલબ છે સ્ટાર ઓફ ફોરેસ્ટ.

આ ખાનગી જંગલમાં 5,000 પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. 200 હાથી, 300 દિપકા, વાઘ, સિંહ, ચિત્તા, 3,000 હરણ, 1200 મગર અને સાંપ છે. આ જંગલમાં દુનિયામાં કોઇ પણ ખુણામાં પ્રાણી બિમાર હશે કે લુપ્ત થતી પ્રજાતિ હશે તેમને વનતારામાં લાવવામાં આવશે. આ જંગલમાં આધુનિક હેલ્થકેર, આધુનિક હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, એજ્યુકેશન સેન્ટર અને 2100 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. પ્રાણીઓને ખવડાવવા, માલિશ કરવા માટે અલગ ટીમ કામ કરી રહી છે.  પ્રાણીઓના ખાવા માટે મોટું કિચન પણ ઉભું કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp