ચોરવાડમાં અનંત અંબાણીએ કહ્યું- અહીંથી 10 વર્ષમાં 10 ધીરુભાઇ પેદા થવા જોઇએ

PC: tv9marathi.com

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગનો કાર્યક્રમ 1થી 3 માર્ચ જામનગરમાં ભવ્યાતિભવ્ય ઉજવાયો. હવે અનંત અંબાણી તેના દાદીમાં કોકિલાબેન અને રાધિકા સાથે દિવંગત ધીરુભાઇ અંબાણીના જ્ન્મ સ્થળ ચોરવાડ પહોંચ્યા છે. અહીં પણ ગામના લોકો સાથે પ્રી-વેડીંગનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. અનંત-રાધિકા અને કોકિલાબેન ચોરવાડના ઝુંડ ભવાની મંદિરે દર્શન કરવા ગયા હતા.

અનંતે ચોરવાડમાં કહ્યું કે, આ મારા દાદાનું ગામ છે, તમારા બધાના આર્શીવાદ લેવા આવ્યો છું, મને, રાધિકાને અને મારા પરિવારને તમારા આર્શીવાદ આપો. અનંતે કહ્યુ કે, રિલાયન્સ આજે જે કઇં પણ ઉંચાઇએ પહોંચ્યું છે તે ચોરવાડને કારણે શક્ય બન્યું છે. અહીંથી 10 વર્ષમાં 10 ધીરુભાઇ પેદા થવા જોઇએ, કારણકે મારા દાદા બધાના પ્રેરણામૂર્તિ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp