અનંતે એવી ઇમોશનલ સ્પીચ આપી કે એશિયાના ધનિક મુકેશ અંબાણી રડી પડ્યા

PC: twitter.com

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી-વેડિંગનો કાર્યક્રમ જામનગરમાં 1થી 3 માર્ચ આયોજિત કરવામાં આવ્યો હતો. આજે રવિવારે છેલ્લો દિવસ છે. આ દરમિયાન અનંત અંબાણીએ 5 મિનિટની એક એવી સ્પીચ આપી છે કે જે સાંભળીને પિતા મુકેશ અંબાણી રડી પડ્યા.

અનંત અંબાણીએ શરૂઆતમાં પોતાની માતા નીતા અંબાણી વિશે કહ્યું કે, તેઓ છેલ્લાં 4 મહિનાથી મારા અને રાધિકાના પ્રી- વેડીગ માટે લાગેલા હતા અને રોજ 18-19 કલાક કામ કરતા. પરિવારના લોકો પણ માત્ર 3 જ કલાકની ઉંઘ લેતા હતા.

અનંત અંબાણીએ કહ્યું કે, મારું જીવન ગુલાબના ફુલો જેવું મુલાયમ નથી રહ્યું, પરતું મેં પણ જેમ ગુલાબ કાંટાનું દુખ સહન કરે છે એ રીતે મેં પણ કાંટાળું દુખ સહન કર્યું છે. નાનપણથી જ મને અનેક હેલ્શના ઇશ્યુ હતા, પરંતુ મારા માતા-પિતાએ મને એનો જરાયે અહેસાસ થવા દીધો નહોતો. તેમણે હમેંશા હિંમત આપી. મારા પેરન્ટસ હમેંશા કહેતા કે તું જેવું વિચારશે એવું થશે. આ વાક્ય પર મુકેશ અંબાણીની આંખમાંથી દડદડ આંસૂ વહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp