અનંત-રાધિકાના લગ્ન લંડનમાં નહીં, ભારતમાં આ જગ્યાએ થવાના છે

PC: Khabarchhe.com

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન લડંનના સ્ટોક પાર્કમાં થવાની પહેલાં ચર્ચા ચાલતી હતી, પરંતુ હવે ઇન્વેટીશેન કાર્ડ સામે આવ્યું છે, જેમાં જણાવવમાં આવ્યું છે કે અનંત- રાધિકાના લગ્ન 12 જુલાઇએ મુંબઇમાં થશે.

મુકેશ અંબાણીના પુત્ર અનંતના વિવાહ, પ્રી-વેડીંગ આખું વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યા. જાન્યુઆરીમાં વિવાહ થયા અને એ પછી 1થી 3 માર્ચ જામનગરમાં પ્રી- વેડીંગનો ભવ્ય કાર્યકમ આયોજિત કરવામાં આવ્યો. એ પછી અત્યારે ઇટાલીમાં પ્રી- વેડીંગ પાર્ટ-2નો કાર્યક્રમ ઇટાલીમાં ચાલી રહ્યો છે.

 અનંત –રાધીકાના લગ્ન 12 જુલાઇએ મુંબઇના જીઓ વર્લ્ડ સેન્ટરમાં થવાના છે. 3 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 12 જુલાઇએ લગ્નના દિવસે ડ્રેસ કોડ ઇન્ડીયન ટ્રેડીશનલ રાખવામાં આવ્યો છે. 13 જુલાઇએ શુભ આર્શીવાદનો કાર્યક્રમ છે જેમાં ઇન્ડીયન ફોર્મલ અને 14 જુલાઇએ વેડીંગ રિસ્પેશન જેમાં ડ્રેસ કોડ ઇન્ડીયન ચીક રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp