અનંત-રાધિકા પ્રી- વેડીંગ, ફુલો અમેરિકાથી આવેલા, સર્કસ કંપની કેનેડાથી આવેલી

અનંત-રાધિકાના પ્રી-વેડીંગનો ભવ્ય કાર્યક્રમ જામનગરમાં સંપન્ન થયો. 1 માર્ચથી 3 માર્ચ સુધી યોજાયેલા સમારોહમાં અંદાજે 1,000 કરોડ રૂપિયા ખર્યાયા હોવાનું મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે. પ્રી-વેડીંગમાં અમેરિકાથી ખાસ ફ્લોરિસ્ટને બોલાવવામાં આવ્યો હતો. દેશ-વિદેશના મોંઘેરા ફુલોની સજાવટ કરવામાં આવી હતી. ફ્લોરિસ્ટ જેફ લેથમ કરોડો રૂપિયાના ફલાવર લઇને આવ્યા હતા.

તો મહેમાનોને માટે કોકટેલ પિરસવા માટે લોંસ એંજિલસથી મેજિક એન્ડ કોકટેલ્સ કંપનીને બોલાવવામાં આવી હતી. આ કંપનીએ જામનગરમાં મહેમાનોને 16 જાતના કોકટેલ સર્વ કર્યા હતા. અમેરિકાથી 2 જાદુગરને બોલાવવામાં આવ્યા હતા.

ઉપરાંત કેનેડાથી એક સર્કસ કંપનીને બોલાવવામાં આવી હતી. ભારતના પંજાબી સિંગર દિલજીત દોંસાને મહેમાનોને ડોલાવી દીધા હતા. તેણ 4 કરોડ રૂપિયા ફી વસુલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો હોલીવુડના સિંગર એકોને 6 કરોડ રૂપિયા ફી વસુલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp