લોટરીના નામે રાજકોટના ખેડૂતને છેતરવાનો પ્રયત્ન, આવી રીતે થયો છેતરવાનો પ્રયત્ન

PC: colourbox.com

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાખ ગામના ખેડૂતને KBCના નામે લોટરી લાગ્યાનો ફોન આવ્યો હતો. જેમાં તેમને નિશ્ચિત રકમ જમા કરાવવા જણાવવામાં આવ્યુ હતું. જો કે આ મુદ્દે વકીલનું માગદર્શન લેતા તેઓ છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાખ ગામે ખેડૂતને KBCના નામે લોટરી લાગી હોવાનો અને રૂપિયા 16200 ભરવાનું કહેવામાં આવ્યું હતું. રકમ ભરવા માટે ફોન આવતા ખેડૂતે એવા હમીરભાઈ ભોજાભાઈએ ધોરાજી સરકારી વકીલ એવા કાર્તિકેય પારેખનો સંપર્ક સાંધતા એવું જણાવેલું કે મોબાઈલમાં કોઈ હિન્દી ભાષી શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં દિલ્હી સ્થિત KBC ઓફિસેથી બોલતા હોય તેમ કહીને ખેડૂત એવા હમીરભાઈ ભોજાભાઈ રૂપિયા 25 લાખની લોટરી લાગી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ મુંબઈ સ્થિત સફર રોડ બ્રાંચમાં રોકડ રકમ જમા કરવા તથા લોટરી રકમ રૂપિયા ૨૫ લાખ મેળવી લેવા જણાવવામાં આવ્યું હતું. ખેડૂતે આ અંગે માર્ગદર્શન માટે ધોરાજીના સરકારી વકીલ એવા કાર્તિકેય પારેખનો સંપર્ક સાંધતા અને કાર્તિકેયભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ ખેડૂત ચીટર ગેન્ગની છેતરપીંડીનો ભોગ બનતા બચી ગયા હતા.

આજના સમયમાં ચીટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે આવી ચીટરોની લોભામણી જાહેરાતોથી લોકોએ સાવધાન રહેવું પણ જરૂર બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp