જામનગરમાં જે પ્રમાણે મતદાન થયું શું પૂનમ માડમ માટે મુશ્કેલી ઉભી થશે?

PC: dailymail.co.uk

પરષોત્તમ રૂપાલા રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા અને તેને કારણે ક્ષત્રિયો નારાજ થયા તેની અસર જામનગર બેઠક પર પણ મતદાનમાં જોવા મળી. મતદાન પછી એવું લાગી રહ્યું છે કે પૂનમ માડમની મુશ્કેલી વધી શકે છે.

ભાજપે પૂનમ માડમને જામનગર બેઠક પરથી ત્રીજી વખત રિપીટ કર્યા અને કોંગ્રેસ પાટીદાર સમાજના જેપી મારવિયાને ટિકિટ આપી. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જામનગરમાં 7 વિધાનસભા આવે છે, જેમાં કાલાવડ, જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, જોમજોધપુર, ખંભાળિયા, દ્રારકા. આમાં કાલાવડ, જામનગરરૂરલ અને જામ જોધપુરમાં કોંગ્રેસ તરફી મતદાન થયું હોવાના સંકેત છે. આ વિસ્તારામાં ક્ષત્રિય અને પાટીદારોની સંખ્યા વધારે છે.

જામનગર નોર્થમાં કાંટાની ટક્કર છે, કારણ કે અહીં પણ ક્ષત્રિય મતદારો વધારે છે. સાઉથમાં કોના તરફી વોંટીંગ થયું તે કળી શકાયું નથી. જે કોઇ પણ જીતશે તે મોટા માર્જિનથી નહીં જીતી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp