ભાવનગર લૂંટ વિથ મર્ડરનો મામલો, પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

PC: khabarchhe.com

ભાવનગર શહેરના તખ્તેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલ ડૉ. માલતીબહેનના ઘરે તેમના ચોકીદારની હત્યા કરીને કાર, તિજોરી સહિતનો મુદ્દામાલ લઈને કેટલાક ઈસમો ફરાર થઈ ગયાની ઘટના બાદ પોલીસ દ્વારા આ ગુના અંગે સઘન તપાસ આરંભતા આ ગુનામાં સંડોવાયેલા એક બાળ આરોપી સહિત બે ઈસમોને ઝડપી લઈ તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગત તા.23 નવેમ્બરના રોજ ભાવનગર શહેરના તખતેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા જાણીતા તબીબ ડૉ. માલતીબહેન મહેતાના ઘરમાં ચોરીના ઈરાદે કેટલા ઈસમોએ ઘૂસી તેમના ઘરમાં વર્ષોથી કામ કરતા વિનુભાઈ ગોરધનભાઈ પરમારના હાથપગ બાંધી તેમની હત્યા નીપજાવી અને ઘરમાં રહેલી તિજોરી, રોકડ રકમ તેમજ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર સહિતની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવની તપાસ દરમિયાન એક આરોપીની ધરપકડ કર્યા બાદ ભાવનગર LCBને મળેલ બાતમીના આધારે હિમાલય મોલ તરફના રસ્તા પરથી વિપુલ વાસુરભાઈ ભોળકવા અને એન્ય એક સગીર ઈસમને ઝડપી લઇ તેની પાસે રહેલ થેલી તપાસતા તેમાં સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ હોઈ જે પોલીસે કબજે કરી બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ મુદ્દામાલ ડૉ.માલતીબહેનના ઘરે હત્યા કરીને લૂંટી હોવાનું કબૂલ્યું હતું. જ્યારે પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 25,81,450ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો અને વધુ તપાસ માટે બંને આરોપીઓને નિલમબાગ પોલીસને સોપી દેવામાં આવ્યા.

આ આરોપીઓને ડો.માલતીબહેને એક બહુ મોટી મિલકત વેચી છે અને તેમની પાસે મોટી રકમ ઘરમાં રહેલી છે જેની માહિતી મળી હતી. તેમજ ડૉ.માલતીબહેન તેમના પરિવાર સાથે હરિદ્વાર ગયા હોવાની બાતમીને આધારે તેમણે આ ગુનાને અંજામ આપ્યો હતો. જ્યારે હજુ કેટલાક આરોપીઓ પોલીસ સકંજાની બહાર છે અને હજુ 55 ટકા જ મુદ્દામાલ રિકવર થયો છે ત્યારે પોલીસે આ ગુના અંગે વધુ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp