ભાજપ ભગાવો દેશ બચાવોની પોસ્ટ ભાજપના સાંસદે શેર કરતાં વિવાદ

PC: indiatvnews.com

ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ તેની ફેસબુક પર કિશોર ડુબરીયાની પોસ્ટની ભાજપ વિરોધી પોસ્ટને શેર કરતાં વિવાદ ઊભો થયો છે. આ પોસ્ટમાં ભાજપ વિરૂધ્ધના ત્રણ ફોટોગ્રાફ્સ છે. શેર કરેલા ફોટોગ્રાફ્સમાં ભાજપ ભગાવો દેશ બચાવોના નારા અને પ્લેકાર્ડ જોવા મળી રહ્યાં છે. ટંકારા કોંગ્રેસનું એક ગૃપ ભાજપ સામે દેખાવો કરી રહ્યું છે, તેની આ તસવીરો છે. 6 ઓગષ્ટે સવારે 11 વાગ્યે આ પોસ્ટ તેમણે શેર કરી છે. જે આજે સવારે પણ જેમની તેમ રાખવામાં આવી છે જેને ઘણું સૂચક માનવામાં આવે છે.

મોહન કુંડારીયાને કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાંથી દૂર કરાયા પછી તેઓ નારાજ હોવાનું તેમના ટેકેદારો કહી રહ્યાં છે. ભાજપના આઈટી સેલ દ્વારા પણ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં ફેસબુક પર ટકી ગયેલી આ પોસ્ટ ઘણું બધું કહી જાય છે. ટંકારામાં રહેતાં કિશોર ડુબરીયાની ફેસબુકની મિત્ર આદીમાએ ભાજપના નેતાઓના જુગારધામ અને ખેડૂત વિરોધી મોદી સરકાર તરીકેની ઘણી પોસ્ટ મૂકી છે. નાણાં મંત્રી અરુણ જેટલી અને સ્મૃતિ ઈરાની લોકસભામાં લોકોના મતોથી હાર્યા છતાં તેમને પ્રધાન બનાવાયા છે એવી પણ એક પોસ્ટ શેર કરી હતી. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે જે કહ્યું હતું અને હવે કેવું બોલી રહ્યા છે અને કરી રહ્યાં છે તેવી વિસંગતતાની પણ એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ ભાજપના નેતા મોહન કુંડારીયા કરી રહ્યાં છે જેને લોકો ફોરવર્ડ કરી રહ્યાં છે એવું જણાઈ રહ્યું છે.

મોહન કુંડારીયાના ફેસબુક પર થયેલી પોસ્ટ અને તેના પર થયેલી કેટલીક યુઝર કમેન્ટ્સ

જય સરદાર – રમેશ પટેલ

માત્ર જય સરદાર, હું હાર્દિકને સપોર્ટ કરું છું. – પટેલ તરુણ

જય ભવાની ભાજપ જવાની – રામ રટેલ

ભાજપ ભગાવો દેશ બચાવો – હીંમાશું હીરપરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp