ગુજરાતમાં AAPને ઝટકો, ધારાસભ્યએ રાજીનામું આપી દીધું, કહ્યું- ભાજપ...

PC: twitter.com

લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ બુધવારે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કરી દીધું છે. સંભવત ભાયાણી ભાજપમાં જોડાશે તેવું માનવામાં આવી રહ્યું છે.

રાજીનામું આપતા પહેલા ભૂપત ભાયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું ભાજપનો કાર્યકર હતો, હું રાષ્ટ્રવાદી છું અને મારે પ્રજાન કામ કરવાના છે. ભાજપમાં જોડાવવા અંગે ભાયાણીએ કહ્યું કે,  હા એ શક્ય છે. જાણકારોનું કહેવું છે કે, ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અત્યારે દિલ્હી છે, ગુજરાત આવી ગયા પછી ભૂપત ભાયાણી ભાજપનો ખેસ પહેરી લેશે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે, આ દુખદ ઘટના છે, પ્રજાએ જેમને મેન્ડેટ આપ્યો તેમણે રાજીનામું આપ્યું. હું વિસાવદરની જનતાની માફી માંગુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp