વેતનના બદલે શોષણ! મોરબીમાં રાનીબા નામથી જાણીતી બિઝનેસવુમન દ્વારા દલિતની પીટાઈ
ગુજરાતના મોરબીમાં દલિત યુવકના શોષણનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક 21 વર્ષીય દલિત યુવક ત્યારે શોષણનો શિકાર બન્યો જ્યારે તેણે પોતાની મહિલા બોસ પાસેથી વેતનની માગણી કરી. પોલીસે એક કંપનીમાં કામ કરનારા 21 વર્ષીય દલિત વ્યક્તિ પર કથિત પણે હુમલો કરવા અને તેને માફી માગવા મજબૂર કરવાના આરોપમાં વ્યવસાયી મહિલા અને અન્ય 6 લોકો સામે કેસ દાખલ કર્યો છે. એક અધિકારીએ કહ્યું કે, યુવક દ્વારા વેતન માગવા પર તેને જૂતા મોઢામાં દબાવી રાખવા કહેવામાં આવ્યું. આ ઘટના બુધવારની છે.
દલિત યુવકનું શોષણ કરનારી આ મહિલાનું નામ વિભૂતિ પટેલ છે. જેનો રાનીબા ઈન્ડસ્ટ્રીઝના નામથી ટાઇલ્સનો બિઝનેસ છે. મોરબીની ટાઇલ્સને વિદેશોમાં નિકાસ કરવા માટે વિભૂતિ પટેલને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર સન્માન આપવામાં આવ્યું હતું. યુવા બિઝનેસવુમન વિભૂતિ પટેલનું મોરબી અને ટાઇલ્સના વેપારમાં ઘણું નામ છે. તે પોતાની લગ્ઝરી લાઇફસ્ટાઇલ માટે પણ ચર્ચામાં રહે છે. રાનીબા ઈન્ડસ્ટ્રીઝનો ટાઇલ્સનો વેપાર કરી રહેલી વિભૂતિ પટેલની કંપનીનો નિકાસ કરોડોમાં છે.
વિભૂતિ પટેલ પોતાને મોરબીની રાનીબા કહે છે. તે પોતાના ભાઈ સાથે ટાઇલ્સનો વેપાર કરે છે. ખેર, પણ માનવતાના નામે વિભૂતિ પટેલ ઝીરો છે. દલિત યુવક દ્વારા વેતન માગવા પર વિભૂતિ પટેલે તે યુવકના મોઢામાં ચપ્પલ અને જૂતો નાખીને બેલ્ટથી પિટાઇ કરી. આ કિસ્સો સામે આવ્યા પછી મોરબીમાં પોતાના બોડીગાર્ડ સાથે ચાલનારી વિભૂતિ સામે આવી નથી.
મામલો શું છે
મોરબી જિલ્લાના એક કારખાનામાં નીલેશ દલસાનિયા નામનો એક 21 વર્ષીય યુવક કામ કરતો હતો. તે પોતાના 16 દિવસનું વેતન માગવા કારખાને પહોંચ્યો હતો. ત્યારે ફેક્ટરીની માલકિન વિભૂતિ સીતાપરા(રાનીબા), તેનો ભાઈ ઓમ પટેલ, રાજ પટેલ, ડીડી રબારી અને અન્ય 4 યુવકોએ મળીને તેને બેલ્ટથી માર્યો. એટલું જ નહીં વિભૂતિ પટેલે પોતાની સેન્ડલ ચાટીને માફી માગવા પર મજબૂર કર્યો.
આરોપીઓએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી પીડિતને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો. પીડિત નીલેશે આ મામલે રાજકોટ પોલીસમાં ફરિયાદ કરી. ત્યાર બાદ રાનીબા, તેના ભાઈ અને અન્ય 6 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.
યુવકને 12 હજારના માસિક વેતને કામ પર રાખ્યો હતો
વિભૂતિ પટેલ રાનીબા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડની માલિક છે. જેની રાવાપાર ચાર રસ્તા પર એક વ્યાવસાયિક પરિસરમાં ઓફિસ છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, ઓક્ટોબરની શરૂઆતમાં તેને ટાઇલ્સ માર્કેટિંગ કરનારા દલસાનિયાને 12 હજાર રૂપિયા માસિક વેતને કામ પર રાખ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp