26th January selfie contest

સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનાવ્યા પછી રાજકોટના જિમ સંચાલકે યુવતી સાથે કર્યો રેપ

PC: facebook.com

ગુજરાતમાં હવે યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટના ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. નરાધમોને પોલીસનો ડર ન રહ્યો હોય તેમ બેખોફ થઈ યુવતીઓને પોતાની હવાસનો શિકાર બનાવે છે. હવે તો આ નરાધમો યુવતીને કે મહિલાને શિકાર બનાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. પહેલા સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે મિત્રતા કેળવે છે અને પછી યુવતીને મળવા બોલાવીને યુવતી પર બળાત્કાર ગુજારે છે. આવી જ એક ઘટના બની છે રાજકોટમાં કે જ્યાં એક યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી સાથે મિત્રતા કેળવી અને યુવતીને મળવા બોલાવીને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

સમગ્ર ઘટનાની મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો રાજકોટના ઢેબર રોડ સ્થિત કરણપરા વિસ્તારમાં AP ઝીમના સંચાલક અંકિત પરમારે એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. થોડા દિવસ યુવતી સાથે સારી સારી વાતો કરીને મિત્રતાનો ગેરલાભ ઉઠાવી યુવતીને મળવા માટે તેના AP જિમમાં બોલાવી હતી. જ્યારે યુવતી અંકિત પરમારને મળવા માટે જિમ પર પહોંચી ત્યારે અંકિત પરમારે યુવતી પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી આ બાબતની કોઈને જાણ ન કરે તે માટે અંકિત પરમારે યુવતીને ઢોર માર મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીએ અંકિત પરમારની ધમકીથી નહીં ડરીને રાજકોટના A-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને અંકિત પરમારની શોધખોળ કરી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp