રાજકોટ ઘટનામાં સહાય મેળવવા કહી દીધું, 3 લોકો ગૂમ છે પણ ખબર પડતા...

PC: ndtv.com

રાજકોટમાં થોડા દિવસ અગાઉ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી જેમાં 27 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. જીવ ગુમાવનારા લોકોની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે આ લોકોની ઓળખ DNAના માધ્યમથી કરવામાં આવી.  આ અગ્નિકાંડમાં 27 મૃતકોના DNA સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ એક વ્યક્તિએ તેના સ્વજન ગુમ હોવાની ફરિયાદ કરી હતી, તેને લઇને હવે ખુલાસો થઇ ગયો છે. રાજકોટ ગેમ ઝોન આગકાંડમાં ગુમ થવાનો દાવો ખોટો સાબિત થયો છે.

અગ્નિકાંડ કેસમાં ગંભીર મામલો સામે આવ્યો છે. 3 લોકો ગુમ થવાનો દાવો કરનારા ખોટા નીકળ્યા છે. આ અંગે પોલીસ તપાસમાં આ ખુલાસો થયા બાદ દાવો કરનારા લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિજય પંડ્યાએ સરકારી લાભ લેવા માટે આ ખોટી ફરિયાદ કરી હતી. હાલમાં જ વિજયભાઇ પંડ્યાએ તેનો ભાણેજ તેમજ તેના જૂના પાડાશીઓના 2 બાળકો એમ 3 લોકો ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી. જો કે, પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ફરિયાદ ખોટી છે અને સરકારી લાભ લેવા માટે આ કાવતરું ઘડ્યું હતું.

આ વાત સામે આવતા પોલીસે વિજય પંડ્યા સામે FIR નોંધી છે. તેની વિરૂધ્ધ IPCની કલમ 211 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર ફરિયાદી બન્યા છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે, બીજા લોકો મિસિંગ લખાવતા હતા, તો મેં પણ મિસિંગ લખાવ્યું. જ્યારે કે તેના પરિવારજનો તેમના ઘરે જ હતા. બીજી તરફ, સસ્પેન્ડ અને બદલી કરાયેલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. ગાંધીનગર DGP ઓફિસથી અધિકારીઓને સમન્સ મળ્યા છે.

3 તબક્કામાં અધિકારીઓને નિવેદન માટે બોલાવવામાં આવશે. ગાંધીનગર પોલીસ ભવનમાં આ અધિકારીઓના નિવેદન લેવામાં આવશે. આ કેસમાં રાજ્ય સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરેલા 7અધિકારીઓની પણ આજે પુછપરછ થઈ શકે છે. જેમાં 2 PI, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 ડેપ્યુ એન્જિનિયર છે. રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિસટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક ઈજનેર એમ. આર. સુમા, નાયબ કાર્યપાલક ઈજનેર અને તત્કાલિન મદદનીશ ઈજનેર પારસ કોઠિયા સિવાય PI એન. આઈ રાઠોડ, PI વી. આર પટેલને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp