અમરેલીની ભેંસ બની ગુજરાતમાં નં-1, સૌથી વધુ દૂધ આપવાના તોડ્યા રેકોર્ડ્સ

PC: news18.com

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકોને લઇ પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. જેથી પશુપાલકોને પ્રોત્સાહન મળે છે. અમરેલી જિલ્લાના લીલીયા ગામના ખેડૂત કિશનભાઇ ધામત પાસે એક ભેંસ છે. આ ભેંસ 36 લિટર દૂધ આપે છે. ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપતી ભેંસ છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના લીલીયાના ખેડૂત કિશનભાઇ ધામત ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યો છે. કિશનભાઇની ઉંમર 23 વર્ષ છે અને કૉલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. કિશનભાઇ પાસે સૌથી વધુ દૂધ આપતી ભેંસ છે. પશુપાલન વિભાગ દ્વારા વિભિન્ન સ્પર્ધાઓ કરવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ પશુપાલક, શ્રેષ્ઠ તબેલો, સૌથી શ્રેષ્ઠ ગાય, ભેંસ, બળદ અને ઘોડાની સ્પર્ધા કરવામાં આવે છે. આ સ્પર્ધામાં વિજેતા પશુ માલિકને એવોર્ડ આપવામાં આવે છે. કિશનભાઇની ભેંસને આ સ્પર્ધા માં એવોર્ડ મળ્યો છે. આ ભેંસે સ્પર્ધામાં 36 લીટર દૂધ આપ્યું હતું. તેણે ગુજરાતમાં સોથી વધુ દૂધ આપનાર ભેંસનો એવોર્ડ જીત્યો હતો.

ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપતી ભેંસના માલિક કિશનભાઇએ જણાવ્યું હતું કે, જાહેર માર્કેટમાં આ ભેંસને એક વર્ષ પહેલાં મૂકવામાં આવી હતી. ત્યારે 18 લાખ રૂપિયા કિંમતમાં ભેંસ માગવામાં આવી હતી. આ ભેંસ એક દિવસનું 36 લીટરથી વધુ દૂધ આપતી હોવાથી વેંચી નહોતી. લીલીયા ગામ પોતાના મામાને ત્યાંથી આ ભેંસને લાવવામાં આવી હતી. ત્યારબાદ ભેંસને ટોપરાનો ખોળ, કપાસિયા ખોળ, પાપડી, લીલો ચારો અને સૂકો ચારો આપવામાં આવે છે. ગોળ પણ ખવડાવવામાં આવે છે. ખાસ કરીને 20 કિલો ખાણ આપવામાં આવે છે. આ ભેંસ વિહાણ થાય ત્યા સુધી દૂધ આપે છે.

તો સાવરકુંડલા તાલુકાના નવા ગામના યુવાન ખેડૂત નરેશભાઇની પણ એક ભેંસ સારું એવું દૂધ આપે છે. તે ઢગલ ખેતી સાથે પશુપાલન કરે છે. પશુપાલનમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નવા ગામનો યુવા ખેડૂત અને પશુપાલક નરેશભાઇ ઢગલ ખેતી કરે છે. તેમજ ખેતી સાથે પશુપાલનનો  વ્યવસાય કરે છે. નરેશભાઇ પાસે 35 વીઘા જમીને છે. જેમાં મગફળી, કપાસ વગેરેનું વાવેતર કરે છે. તેમજ સાથે ભેંસ અને ગાય રાખીને પશુપાલનનો વ્યવસાય કરે છે. નરેશભાઇ ઢગલે જણાવ્યું હતું કે, ખેતી સાથે પશુપાલન કરું છું. મારી પાસે જાફરાબાદી ઓલાદથી ભેંસો છે. આ ભેંસના દૂધના ફેટ સૌથી વધુ આવે છે. આ ભેંસ રોજનું 23 લીટર દૂધ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp