માવઠાને કારણે ખેતી પાકો પર થયેલી અસરોને નિવારવા ખેડૂતો આટલું કરે

PC: twitter.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે રાજ્યમાં ગત 25-26 નવેમ્બર દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ઉત્તર ગુજરાત મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ તથા છુટાછવાયા જગ્યાએ માધ્યમથી ભારે વરસાદ, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે તાજેતરમાં ખેડૂતો દ્વારા વાવણી અને રોપણી કરેલ પાકો તથા ઉભા પાકોમાં થવા પાત્ર અસરો અને તેના બચાવ માટેના ઉપાયો:

કેળના પાક માટે વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે માટે ફળવાળા છોડને લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો અપાવો. પિયત આપવાનું હાલ પુરતું ટાળવું. કપાસના પાક માટે વરસાદના કારણે કપાસનું રૂ ભીનું થવાના કારણે રૂની ગુણવત્તા ઉપર અસર થઈ શકે તે માટે રૂ ની વહેલી તકે વીણી કરી લેવી, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી અને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. તમાકુ માટે વરસાદના કારણે તમાકુના પાંદડાની ગુણવત્તા ઉપર અસર થઈ શકે છે માટે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.

તુવેરના પાક માટે વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે માટે હવામાન ખુલ્લું થયા બાદ (એમામેક્ટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.

બટાકાના પાક માટે તાજેતરમાં રોપણી કરેલ પાકના ઉગાવા ઉપર અસર થઈ શકે માટે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. ચણાના પાક માટે તાજેતરમાં વાવણી કરેલ પાકના ઉગાવવા ઉપર અસર થઈ શકે, અગોતરા વાવણી કરેલ પાકમાં લીલી ઈયળ નો ઉપદ્રવ થઈ શકે છે માટે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું અને ખેતરમાં હેક્ટર દીઠ 20 ફેરોમોન ટ્રેપ ગોઠવવા. દિવેલાના પાક માટે વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે લશ્કરી અને ઘોડિયા ઈયળો થઈ શકે માટે હવામાન ખુલ્લું થયા બાદ (એમામેક્ટીન બેન્ઝોએટ 4 ગ્રામ/10લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી અને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.

શાકભાજી પાકોમાં ફુલ ફળનું ખરણ થઈ શકે, રોગ જીવાત (ચુસીયા/કોકડાવા)નો ઉપદ્રવ થઈ શકે, વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે તે માટે પરીપકવ શાકભાજીના ફળો વહેલી તકે વીણી કરી બજારમાં વેચાણ માટે મોકલવા, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું, ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો, હવામાન ખુલ્લું થયા બાદ (સ્પીનોસાડ 3 મી.લી/10 લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો જોઈએ. પપૈયાના પાકમાં ફુલ ફળનું ખરણ થઈ શકે, વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે માટે પરિપક્વ ફળો વહેલી તકે વીણી કરી બજારમાં વેચાણ માટે મોકલવા, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી અને ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. ઘઉંના પાકમાં બીજના ઉગાવા ઉપર અસર થઈ શકે માટે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, વાવણી હાલ પુરતી મુલતવી રાખવી.

જીરૂ,વરીયાળી અને ધાણાના પાકમાં બીજના ઉગાવા ઉપર અસર થઈ શકે માટે પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.

વાવણી હાલ પુરતી મુલતવી રાખવી. રાઈના પાકમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ થઈ શકે માટે હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની દવાનો છંટકાવ કરવો, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ. કાપણી અને લળણી કરેલ ખુલ્લા રાખેલ પાકોની ખેત પેદાશોની ગુણવત્તામાં અસર થઈ શકે છે માટે ખેત પેદાશોને સલામત જગ્યાએ મુકવી અથવા ટાળપત્રી વડે ઢાંકીને રાખવી.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલસેન્ટર ટોલ ફ્રી નં. 18001801551 નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકીરી-સુરતની યાદીમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp