26th January selfie contest
BazarBit

ઉનામાં ધો. 9માં ભણતી સગીરાને આવ્યો તાવ, હોસ્પિટલ લઈ ગયા તો બાળકીને જન્મ આપ્યો

PC: news18.com

ઉનામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં 9માં ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે. પરિવારને તેની જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા. પોલીસ તપાસ દરમ્યાન માલૂમ પડ્યું કે, સગીરા સાથે દુષ્કર્મ થયું હતું. આ કામ કોણે કર્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.

સગીરાને અચાનક જ શાળામાં તાવ આવ્યો હતો. સગીરાને ત્યારબાદ પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને તાવ અને શરદી માટેની દવા આપવામાં આવી હતી. દવા લીધા પછી પણ સગીરાને સારુ નહિ લાગતા સાંજે તેને ખેંચ આવવાનું શરૂ થઈ ગયું હતું. ખેંચ આવતા જ સગીરા બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ સગીરાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર છતાં તેની હાલતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહિ. જેથી આખરે તેને રાજકોટની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

રાજકોટની હોસ્પિટલના ડૉક્ટરોએ પરિવારને જાણ કરી કે સગીરાને 7 માસનો ગર્ભ છે. આ સાંભળતા જ પરિવારને આંચકો લાગી ગયો હતો. સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો.

પોલીસ તપાસ દરમ્યાન જાણ થઈ કે, સગીરા સાથે 7 મહિના પહેલા દુષ્કર્મ થયું હતું. પણ આ કોણે અને ક્યાં કર્યું હતું તેની જાણ પોલીસને નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

સગીરાના પરિવારનું કહેવું છે કે, અમને 4 દીકરીઓ અને 1 દીકરો છે. આ અમારી બીજા નંબરની દીકરી છે. તેણે અમને આ બાબતે કોઈ જાણ કરી નહોતી. જો અમને આ મામલે પહેલા જાણ હતે તો અમે કંઈક કરી શક્યા હતે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp