રણજીત બિલ્ડકોન સામે કચ્છમાં FIR નોંધાઇ, જાણો મામલો
રાજ્યમાં ફ્લાય ઓવર, રેલવે ટ્રેક, મેટ્રોના કામ કરતી અને નબળી કામગીરી માટે કુખ્યાત રણજીત બિલ્ડકોન સામે કચ્છમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા કચ્છના સામખિયાણા કિડિયાનગર રેલવે ટ્રેક બનાવવા માટે 2021માં રણજીત બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ ટ્રેક બનાવવા માટે 7 લાખ રેતી અને કપચીનો ઉપયોગ થયો હતો, જે પેટે ભૂસ્તર વિભાગમાં જે 3 કરોડ રૂપિયાની રોયલ્ટી ભરવાની હતી તે રણજીત બિલ્ડકોને ભરી નહોતી અને બોગસ દસ્તાવેજો રેલવેને સબમીટ કરી દીધા હતા.
પોલીસ રણજીત બિલ્ડકોનના કર્તા હતા દિપેશ સોરઠીયાના ઘરે ધરપકડ કરવા ગઇ તે પહેલાં તે ફરાર થઇ ગયો હતો.
નવાઇની વાત એ છે મે- 2023માં ભૂસ્તર વિભાગે પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ તે વખતે કોઇ પગલાં લેવાયા નહોતા. હવે પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp