ગુજરાતનો શ્રવણ, પિતાની યાદમાં 1000 લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે

PC: twitter.com

પોતાના અંધ માતા પિતાને કાવડમાં બેસાડીને 4 ધામની યાત્રા કરાવનાર શ્રવણ વિશે તમે સાંભળ્યું જ હશે. અત્યારે કળિયુગમાં પણ ગુજરાતમાં એક શ્રવણ સામે આવ્યો છે, જેમણે પોતાના પિતાની યાદમાં 1000 લોકોને હરિદ્વારની યાત્રા પોતાના ખર્ચે કરાવવાનું આયોજન હાથ ધર્યું છે. આજુબાજુના લગભગ 25થી વધારે ગામોના લોકોને આ ભાઇ યાત્રા કરાવવાના છે.

ગીર સોમનાથના સુત્રપાડામાં આવેલા લોઢવા ગામમાં રહેતા હિતેન્દ્ર જોશીએ તેમના સ્વ. પિતા શિવશંકર જોશીની પૂણ્યતિથી નિમિત્તે પોતાના લોઢવા ગામ ઉપરાંત આજુબાજુના ગામના લોકોને પોતાના ખર્ચે હરિદ્વારની યાત્રા કરાવવાનું આયોજન કર્યું છે. બસ મારફતે  ગામના લોકોને હરિદ્વાર લઇ જશે.

 એટલું જ નહીં, પરંતુ હરિદ્વારા જતા પહેલા શાસ્ત્રોક્ત પૂજા વિધી કરીને પછી બસને રવાના કરવમાં આવી રહી છે. જુદા જુદા તબક્કામાં લોકોને રવાના કરવમાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp