હવામાન વિભાગની આગાહી, આ તારીખથી 5 દિવસ વરસાદ ગુજરાતને ઘમરોળશે

PC: indiatvnews.com

વરસાદનો ધમધમાટ ગુજરાતમાં ચાલું જ છે તેમાં એવું જાણવા મળ્યું છે કે આ વરસાદ ટકવાનો નથી અને 26 સપ્ટેમ્બરથી 5 દિવસ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારને હચમચાવી નાંખવાનો છે. 26 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવા માટે જે કારણ ઉભું થયું છે તેની જાણકારી તમને આગળ મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બનીને રાજસ્થાન સુધી પહોંચી હતી જેને કારણે છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં દેમાર વરસાદ પડી રહ્યો છે. ભરૂચ- અંકલેશ્વર જેવા વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો કે પૂરની સ્થિતિનું સર્જન થયું. હવે જાણવા મળ્યું છે કે અરબી સમુદ્ધમાં હલચલ શરૂ થઇ છે અને 28-29 સપ્ટેમ્બરની આજુબાજુ એક સિસ્ટમ ઉભી થશે અને તે ગુજરાત તરફ આગળ વધશે જેને કારણે 26 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને તે 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની ધરાને તરબોળ કરશે.

ઓગસ્ટ મહિનામાં વરસાદનું ટીપુ ન પડ્યું, પરંતુ સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહથી વરસાદનું ફરી આક્રમણ શરૂ થયું અને તે પણ ધમાકેદાર. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. તાજેતરમાં ગુજરાત પર શરૂ થયેલા નવા રાઉન્ડમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એવા વિસ્તારો હતા જ્યાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. પરંતુ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પડ્યો હતો અને કેટલાંક વિસ્તારો કોરા રહ્યા હતા.

હવે હવામાનના કેટલાંક મોડલ દર્શાવી રહ્યા છે તે પ્રમાણે અરબી સમુદ્ધમાં હલચલ થવાની સંભાવના દેખાઇ રહી છે. હાલ બંગાળની ખાડી સક્રિય થઇ છે અને તેમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે.

અરબી સમુદ્ધમાં 28-29 સપ્ટેમ્બરની આજુબાજુ સિસ્ટમ ઉભી થાય તેમ છે અને તે ગુજરાત તરફ આગળ વધવાની વધારે સંભાવના છે.જો આવું થશે તો 26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગના કહેવા મુજબ સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં વરસાદ પડવાની સંભાવના છે. એ પછી દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે અમરોલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ પડશે.

એ પછી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ, મધ્ય તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે. ગુજરાતમાં અત્યારે સરેરેશા કરતા 20 ટકા વધારે વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp