પોરબંદરમાં જળપ્રલય, 22 કલાકમાં 18 ઇંચ વરસાદ, પશુઓ તણાયા

PC: divyabhaskar.co.in

હવામાન વિભાગે આગાહી કરી જ હતી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં મેઘરાજોની ધમાકેદાર બેટીંગને કારણે જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ખાસ કરીને પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે,જેને કારણે અનેક અબોલ પશુઓ તણાયા છે, વાહનો પાણીમાં ડુબી ગયા છે અને દુકાનો-ઘરોમાં પાણી ફરી વળ્યા છે. પોરબંદરમાં છેલ્લાં 22 કલાકમાં જ 18 ઇંચ વરસાદ પડવાને કારણે શહેર જળબંબાકાર થઇ ગયું છે.

જાણવા મળેલી વિગત મુજબ પોરબંદરમાં 26 વર્ષ પછી જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ગામોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. પોરબંદરનો એમજી રોડ બેટમાં ફેરવાયો છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાને કારણે 3 ટ્રનો રદ કરી દેવામાં આવી છે જ્યારે 3 ટ્રનને ડાયવર્ટ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp