રૂપાલા વિવાદ: રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ વંટોળ,મહારેલીમાં જનસૈલાબ

PC: divyabhaskar.co.in

શનિવારે રાજકોટમાં આકરી ગરમી વચ્ચે ક્ષત્રિય સમાજના વિરોધનો વંટોળ જોવા મળ્યો હતા. ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિરોધમાં જબરદસ્ત મહારેલી નિકળી હતી. ક્ષત્રિય સમાજે રૂપાલા સામે રણશીંગુ ફંકી દીધું છે. રાજકોટના રસ્તા પર જોવા મળેલા જનસૈલાબમાં મહિલાઓ, પુરુષો, વદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીએ રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

ભાજપે આ વખતે પહેલીવાર રાજકોટ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉતાર્યા છે અને રૂપાલાએ 23 માર્ચે રાજકોટના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, અંગ્રેજોની સામે રાજા-મહારાજાઓ નમી ગયા હતા અને રોટી-બેટીના વહેવાર કર્યા હતા. આ નિવેદને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં આગ ચાંપી દીધી હતી.

રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ થયો અને ઠેર ઠેર પ્રદર્શનો થયા. છેલ્લાં 14 દિવસથી રૂપાલા સામે વિરોધનો વંટોળ છે અને ક્ષત્રિય સમાજે રૂપાલા સામે લડી લેવા માટે રણશીંગુ ફુક્યું છે.

ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવાની ચોખ્ખી ના પાડી રહ્યો છે અને એક જ માંગ કરી રહ્યો છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવો.

ક્ષત્રિય સમાજની કોર કમિટિની શનિવારે રાજકોટમાં સવારે એક બેઠક મળી હતી અને સાંજે 4 વાગ્યે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટના રસ્તા પર જે રેલી નિકળી છે તે જોઇને ભાજપ અને રૂપાલાના પાટીયા બેસી જશે. ક્ષત્રિય સમાજના પુરુષોએ કેસરી સાફા અને મહિલાઓએ કેસરી સાડી પહેરી હતી અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં હાજર હતા.

પોલીસ પણ ટેન્શનમાં આ ગઇ છે અને મોટો કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. મહારેલી કલેકટર પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું.

કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલ સિંહ મકરાણાની અમદવાદમાં પોલીસે અટકાત કરી લેવાને કારણે ક્ષત્રિય સમાજ વધારે રોષે ભરાયો છે.

આ રેલીમાં ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને કોંગ્રેસ નેતા નયનાબા જાડેજા પણ જોડાયા હતા.નયનાબાએ કહ્યું કે, હું ક્ષત્રિયની દીકરી તરીકે રેલીમાં આવી છું. અમારો સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે, પરંતુ માંગ સાંભળવામાં આવતી નથી એટલે હજુ ઉગ્રતા વધશે, અમારે અમારી રીતે જવાબ આપવો પડશે એમ નયનાબાએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp