રીક્ષાચાલકે સાવરકુંડલામાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું

PC: sentinelassam.com

રાજ્યમાં લોકડાઉન વચ્ચે પણ અવારનવાર બળાત્કાર, મારામારી, હત્યા, ચોરી અને લૂંટ જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે વધુ એક બળાત્કારની ઘટના સાવરકુંડલામાં બની છે. નરાધમે ઝુંપડામાંથી ત્રણ વર્ષની બાળકીને અપહરણ કરી અવાવરું જગ્યા પર લઈને તેના પર બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ બાળકીને રજડતી મૂકીને ફરાર થઇ ગયો હતો. સવારે ઘટનાની જાણ થતાં પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવતા બાળકી પર દુષ્કર્મ થયુ હોવાનું જાણવા મળતાં પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી નરાધમની શોધખોળ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકમાં જ પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સાવરકુંડલામાં આવેલા મણિનગર વિસ્તારમાં જનતા બાગ પાછળ નદીમાં ઝૂંપડું બનાવીને એક પરિવાર રહે છે. ઝૂંપડામાં પરિવારના સભ્યો ગત રાત્રીના સમયે ત્રણ વર્ષની બાળકી સાથે સુતા હતા તે સમયે સાવરકુંડલા રેલવે સ્ટેશન નજીક રહેતો રાજુ માંગરોળીયા નામના 35 વર્ષના રિક્ષાચાલકે ઝૂંપડામાંથી બાળકીનું તેની રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયો હતો. ત્યારબાદ રાજુએ બાળકીને જેસર રોડ પર આવેલ એક અવાવરૂ જગ્યા પર લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે બાળકીને રોડ પર રઝળતી મૂકી દીધી હતી.

પરિવારજનોને બાળકી વહેલી સવારે ઝીંઝુડા રોડ પર મળી આવતા પરિવારના સભ્યોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે બાળકીને હોસ્પિટલમાં લઈ મેડિકલ તપાસ કરાવતા બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આ સમગ્ર મામલે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી નરાધમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બાળકીનું અપહરણ કરી અને તેના પર બળાત્કાર ગુજારનાર રાજુ માંગરોળીયાને પકડવા માટે પોલીસે SOG અને LCBની અલગ-અલગ ટુકડીઓ બનાવીને અલગ-૦અલગ જગ્યા પર રાજુની શોધ કરી હતી. જે સમયે રાજુએ ઝૂંપડામાં રહેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું ત્યારે પરિવારના એક પાંચ વર્ષના બાળકે રાજુને જોયો હતો. જેથી પોલીસે તે બાળકની પૂછપરછ કરતા બાળકે આરોપીનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, આરોપી બાઠીયો, થોડો જાડો અને દાઢી વાળો હતો અને તેના ખંભે લાલ ગમછો નાખેલો હતો. આ વર્ણનના આધારે પોલીસે શંકાસ્પદ તમામ લોકોને એકઠા કર્યા હતા અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ રાજુની ધરપકડ કરી હતી.

પોલીસની પુછપરછ દરમિયાન રાજુએ બાળકી પર બળાત્કાર ગુજાર્યું હોવાની કબુલાત કરી હતી. તેને વધુમાં જણાવ્યું હતું કે, તેની બેઠક બાળકી જે ઝૂંપડામાં રહેતી હતી, તેની નજીક જ હતી જેથી ગત રાત્રીના મોકો મળતાં જ તેને બાળકીને ઉઠાવી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp