ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની સુપર હ્યુમન છે?

PC: facebook.com/vijay.toliya.5

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીભાભી ખરેખર સુપર હ્યુમનની જેમ કામ કરી રહ્યાં છે. તેઓ સરકારી કામગીરીમાં પણ દખલ કરીને અધિકારીઓને ફાયર કરી શકે એવો વિશેષ પાવર ધરાવે છે. અંજલીભાભીને મળવા માટે લોકો હવે પડાપડી કરવા લાગ્યા છે. કારણ કે તેઓ સુપર વુમન બની ગયા છે. રાજકોટમાં તો તેઓ મહત્ત્વની ભૂમિકામાં રહેતાં આવ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીના વતન રાજકોટમાં સુજલામ સુફલામ યોજના હેઠળ અટલ સરોવરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. 5 મેના દિવસે વિજય રૂપાણીએ તેનું કામ શરૂ કરાવ્યું છે. જળસંચય માટે તળાવ ઊંડું થઈ રહ્યું છે. જે 13 દિવસમાં પૂરું પણ કરી દેવાનું છે. 31 મે સુધીમાં અટલ સરોવર અધૂરું બની રહે તેમ છે. તળાવનું કામ સમયસર પૂરું કરાવવાની જવાબદારી રાજકોટ મહાનગર પાલિકા કે સરકારની છે. પણ સુપર હ્યુમન અંજલી રૂપાણી અટલ તળાવ પર દોડી જાય છે. તેઓ અધિકારીઓની પાસેથી હિસાબ માગે છે. અધિકારીઓને જાતજાતનાં આદેશ પણ આપે છે. અધિકારીઓ તેમનો બોલ્યો શબ્દ જીલી લઈને તેમની દરેક સૂચના હાજી હા કહીને માની લે છે.

જો કે, અંજલી રૂપાણી ચૂંટાયા નથી. તેઓ મુખ્યમંત્રીના પત્ની હોવાના કારણે સરકારી કામમાં દખલ કરી રહ્યાં હોવાનું કેટલાંક અધિકારીઓ અને ભાજપના દાઝેલા કાર્યકરો માની રહ્યાં છે. અંજલી રૂપાણી પાસે એક જ હોદ્દો છે અને તે રાજકોટ ભાજપ શહેર મહિલા મોરચાના પ્રભારી માત્ર છે. તેમ છતાં રાજકોટના અટલ તળાવ પર મેયરને લઈને દોડી જાય છે અને કામમાં ઝડપ લાવવા પદાધિકારીઓ અને અધિકારીને કડકમાં કડક સૂચનાઓ આપે છે. તેઓ અધિકારઓને આદેશ આપતાં હોય એવા ફોટોગ્રાફ્સ પણ વાયરલ થઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp