કાજલ હિંદુસ્તાનીએ એવું નિવેદન આપ્યુ કે પાટીદાર સમાજ ગુસ્સે ભરાયો

ઘણી વખત વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહેતી કાજલ હિંદુસ્તાનીનો એક પાટીદાર સમાજની દીકરીઓ સામે વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે પાટીદાર સમાજ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો છે. કાજલે સુરતની એક સભામાં આ નિવેદન આપ્યું હતું.

સુરતમાં પાટીદાર સમાજના એક કાર્યક્રરમાં કાજલ હિંદુસ્તાનીએ એવું નિવેદન આપ્યું હતું કે, મોરબીમાં પાટીદાર સમાજની 7 દીકરીઓ વિધર્મી બોયફ્રેન્ડ રાખે છે. એ વિધર્મીઓએ છોકરીઓને 40 લાખની કાર પણ આપેલી છે.

કાજલનો આ વીડિયો વાયરલ થયા પછી કોંગ્રેસ અને પાટીદાર નેતા મનોજ પનારાએ મોરબીમાં સિટી પોલીસ એ ડિવિઝનમાં કાજલ સામે ફરિયાદ નોંધાવી છે.

ભારે વિવાદ ઉભો થતા કાજલે કહ્યું છે કે, આ એક વર્ષ પહેલાંનો વીડિયો છે અને મારી 55 મિનિટની સ્પીચને એડિટ કરીને 5 સેકન્ડનો વીડિયો વાયરલ કરવમાં આવ્યો છે. કાજલે કહ્યું છે કે, સમાજના લોકો એ જ મને કહેલું કે લવ જેહાદ પર બોલજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp