સિંહણ 5 વર્ષની છોકરી ઉપાડી ગઈ, અંગ મળ્યા, સૌરાષ્ટ્રમાં વધતા હુમલાએ વધારી ચિંતા

PC: gujaratsamachar.com

જ્યારે સિંહ કે સિંહણો દ્વારા માણસો પર પ્રહાર કરવાની ઘટના બને ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ લેખક આઇ.કે. વીજળીવાળા લેખિત નવલકથા ‘પ્રોજેક્ટ લાયન’ની યાદ આવી જાય. તેમની આ નવલકથામાં સિંહોના બદલાતા વર્તન અને આસપાસના વિસ્તારના લોકો માટે કેવી મુશ્કેલી ઊભી થઈ જાય છે તેનું ખૂબ સરસ દિલધડક વર્ણન કર્યું છે અને હવે આવી ઘટનાઓ તેમની નવલકથાના વર્ણનને યાદ કરાવી જાય છે.

અમરેલી જિલ્લામાં સનસનીખેજ ઘટના સામે આવી છે. અહી હાલરિયા ગામમાં એક સિંહણે 5 વર્ષની છોકરીને મારી નાખી. ગામના બાહ્ય વિસ્તારમાં એક ઘરમાં 7 સપ્ટેમ્બરની રાત્રે છોકરી પોતાના માતા-પિતા સાથે ઊંઘી રહી હતી. એ સમયે સિંહણ આવી અને છોકરીને મોઢામાં દબોચીને જંગલ તરફ લઈ ગઈ. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓને છોકરીના શરીરના અંગ મળ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગ્રામજનો અને વનવિભાગે આખી રાત શોધખોળ કર્યા બાદ પણ કંઈ મળ્યું નહોતુ અને સવારે માત્ર બાળકીના અંગો મળી આવતા લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા હતા.

વનવિભાગની ટીમે જે અંગોના અવશેષો મળ્યા હતા. તેને બગસરા હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને સિંહણની શોધખોળ ચાલુ રાખી હતી. અમરેલી ઇન્ચાર્જ IFS સાદિક મુંઝવારે આ ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક RFO સહિત અધિકારીઓને સૂચના આપી સિંહણને પાંજરે પૂરવા અલગ-અલગ ત્રણ જેટલી ટીમો બનાવી છે. નાની બાળકીને સિંહણે મારી નાખતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ટાઇગર સેન્ચુરીની આસપાસ રહેનારી ગાઢ માનવ વસ્તી અને તેની રિઝર્વ સીમાઓ બહાક જનારા સિંહોની વધતી સંખ્યાને જોતા સિંહોના હુમલામાં વધારો વિશેષ રૂપે ચિંતાજનક છે.

આંકડાઓથી ખબર પડે છે કે સિંહોના હુમલાથી થનારા માનવ મોતોમાં ભારે વધારો થયો છે. તેમાં વર્ષ 2021મા 2 મોતોથી લઇને વર્ષ 2022મા 5 મોતો સુધી 150 ટકાનો વધારો થયો છે. જો કે, માનવોને ઇજાગ્રસ્ત કરવાની ઘટનાઓમાં 9.5 ટકાનો ઘટાડો આવ્યો છે, જે વર્ષ 2021માં 21 થી ઘટીને 19 થઈ ગઈ છે. પછી વર્ષ 2022થી સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. તેની વિરુદ્ધ દીપડાઓ સાથે જોડાયેલી ઘટનામાં માનવ મૃત્યુમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે, જે વર્ષ 2021માં 15થી ઘટીને 12 થઈ ગઈ.

આ પ્રકારે દીપડાના હુમલાઓની ઘટનાઓમાં પણ 20 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે વર્ષ 2021માં એવી 105 અને વર્ષ 2022માં 84 ઘટનાઓ નોંધાઈ હતી. ઘટના બાદ સિંહણની જાણકારી મેળવવા અને તેને પકડવાના પ્રયાસ હાલમાં ચાલી રહ્યા છે. આ વિસ્તારમાં સિંહ-સિંહણના હુમલા સંબંધિત ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ગીર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષોમાં પ્રતિ 100 સિંહો પર એવરેજ એક માનવનું મોત અને દરેક 100 દીપડાઓ પર 2 માણસોના મોત નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp