લોકસભા: ભરૂચ પછી AAPએ ગુજરાતમાં પણ બીજા ઉમેદવારનું નામ જાહેર કરી દીધું

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેના લોકસભાના બીજા ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દીધી છે. હજુ થોડા સમય પહેલાં ભરૂચની બેઠક પરથી ચૈતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, હવે ભાવનગરની બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

 આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે કહ્યું હતું કે, ભાવનગરની લોકસભા બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને પસંદ કરવામાં આવ્યા છે. 7 જાન્યુઆરી 2024ના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમના જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા હતા. જેલમાંથી બહાર આવીને કેજરીવાલે જાહેરાત કરી કે ભરૂચની લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે.

આ પહેલાં કેજરીવાલે પંજાબમાં બધી 13 બેઠકો પર AAPના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp