હર્ષ સંઘવી કહે ખાનગી બસ ઓપરેટર કાળાબજારી કરશે તો પગલા લેવાશે,એસોસિએશને શું કહ્યુ

PC: twitter.com

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ફરી એકવાર લકઝરી બસની ઉઘાડી લૂંટનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું છે કે, રાજ્યના નાગરિકોની મજબુરીનો ખાનગી બસ ઓપરેટરો લાભ ઉઠાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી બસ ઓપરેટરો લોકો પાસેથી વાજબી ભાવ વસુલે. આ બાબતે સુરત લકઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિયેશનાન પ્રમુખ દિનેશ અણઘણે કહ્યું હતું કે, દિવાળીના તહેવારમાં સુરતથી રોજની લગભગ 1000 લકઝરી બસો ઉપડે છે. ખાનગી બસ ઓપરેટરો એક પણ વધારાના રૂપિયા વસુલતા નથી. નેતાઓ સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે દિવાળી સમયે લકઝરી બસ સામે નિવેદન આપવા આવી જાય છે.

સુરતમાં વસતા લોકો દિવાળી સમયે શાળામાં પણ વેકેશન હોવાને કારણે માદરે વતન જતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp