'હવે કાજલ હિંદુસ્તાની નહીં, પરંતુ કાફિર પાકિસ્તાની કહીશું' પાટીદારોની મહારેલી

PC: jagran.com

કાજલ હિંદુસ્તાનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેમણે એવું કહ્યું હતું કે, મોરબીમાં પાટીદાર સમાજની 7 દીકરીઓ વિધર્મી સાથે ભાગી ગઇ છે. આ વીડિયો આમ તો 1 વર્ષ જુનો હતો અને સુરતની એક સભાનો હતો, પરંતુ આ વીડિયો પછી પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોરબીમાં પાટીદારોએ મંગળવારે એક મહારેલી કાઢી હતી. સમાજના લોકોએ કહ્યું કે, અમે હવે કાજલ હિંદુસ્તાની નહીં, પરંતુ કાફિર પાકિસ્તાની કહીશું. કાજલને સમાજના કાર્યક્રમમાં સ્ટેજ પર નહીં બેસાડવા માટે કહેવામાં આવ્યું છે.

મોરબીના DY.sp એસ એસ. શારડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મોરબીના કોઇ પણ પોલીસ સ્ટેશનમાં આવો કોઇ કેસ નોંધાયો નથી. પાટીદાર સમાજની દીકરીઓને વિધર્મી ભગાવી ગયા હોય તેવી કોઇ વાત અમારી સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp