મુળ સૌરાષ્ટ્રની ગુજરાતી પરિવારની મહિલા USમાં સેનેટની ચૂંટણી લડશે
મૂળ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા રાજુલામાં જન્મેલા દ્રારકાદાસ જીવણલાલ સંઘવી કે જેમની પેનથી ભારતનું બંધારણ લખાયેલું તેમની પૌત્રી મિનિતા સંઘવી અમેરિકામાં સેનેટની ચૂંટણી લડવાના છે. મિનિતાએ પોતે આ જાહેરાત કરી છે.
મિનિતા સંઘવીના દાદા દ્રારકાદાસ એકદમ ગરીબ પરિવારમાં જન્મયા હતા અને માત્ર 8 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. માતાની આર્થિક સ્થિતિ એવી સારી નહોતી કે બાળકોનો ઉછેર કરી શકે એટલે દ્રારકાદાસને બાળાશ્રમમાં મુકી દેવામાં આવ્યા હતા. 13 વર્ષની ઉંમરે દ્રારકાદાસ તેમના મોટા ભાઇ સાથે રંગૂન ગયા હતા અને ત્યાંથી પરત આવીને વલસાડ આવ્યા હતા અને તે પછી મુંબઇમાં પેનના પાર્ટસ બનાવવાનું શરૂ કર્યું હતું.દ્રારકાદાસને ભારતમાં પેન ઉદ્યોગના પાયોનિયર તરીકે ગણવામાં આવે છે. તેમના પરિવારનો દાવો છે કે ભારત દેશનું બધારણ લખાયું હતું તેમાં દ્રારકાદાસની પેનનો ઉપયોગ થયો હતો.
મિનિતા સંઘવી 2010થી અમેરિકાનું સિટીઝનશીપ ધરાવે છે અને અત્યાર તેઓ સારાટોગ સ્પિંગ્સમાં ફાયનાન્સ કમિશ્નર તરીકે સેવા બજાવે છે. મિનિતા એક લેખક અને પ્રોફેસર પણ છે.તેમણે સજાતીય લગ્ન કરેલા છે અને તેમના પાર્ટનરનું નામ મેગન છે. તેમને એક પુત્ર પણ છે જેનું નામ જેમી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp