મોરબી: ભાજપમાંથી ફરી ઘરવાપસી કરનારને કોંગ્રેસે પ્રમુખ બનાવી દેવાતા ભારે હોબાળો

PC: indiaexact.com

લોકસભા 2024ની ચૂંટણીને હવે વધારે સમય રહ્યો નથી અને ભારતીય જનતા પાર્ટી તો ક્યારની તૈયારીમાં લાગી ગઇ છે અને તેની સામે કોંગ્રેસ હજુ આંતરિક ઝઘડામાંથી બહાર નથી આવતી. મોરબીમાં એક નેતા કોંગ્રેસમાંથી 2 વખત બળવો કર્યો અને ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ઘર વાપસી કરી તો સીધા પ્રમુખ બનાવી દીધા.જેને કારણે મોરબી કોંગ્રેસમાં ઉકળતો ચરૂ છે. પૂર્વ પ્રમુખ અને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વાત એમ છે કે મોરબીમાં કોંગ્રેસના નેતા કિશોર ચીખલિયાએ બે વખત કોંગ્રેસ સામે બળવો કર્યો હતો અને ભાજપમાં જોડાયા પછી તેમણે ફરી એક વખત કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. કોંગ્રેસના મોટા નેતાઓએ કિશોર ચિખલીયાને મોરબી જિલ્લાના પ્રમુખ બનાવી દીધા હતા. આ વાતથી પૂર્વ જિલ્લા પ્રમુખ જંયતિ પટેલ અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે.

કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે, કિશોર ચીખલિયાએ 2 વખત કોંગ્રસ સામે બળવો કર્યો અને એક વખત તો તેમણે પેટાચૂંટણી સમયે બળવો કર્યો જેને કારણે કોંગ્રેસ આ બેઠક હારી ગઇ હતી. આવા નેતાએ ઘર વાપસી કરી તો મોવડી મંડળે તેમને મોરબી જિલ્લા પ્રમુખનું પદ આપી દીધું.

કિશોર ચીખલિયા

તો કોંગ્રેસમાં ઘર વાપસી કરનાર કિશોર ચીખલિયાએ કહ્યુ કે, મને ભાજપની વિચારધારા માફક ન આવી એટલે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. તેમણે કહ્યું કે, મને રાષ્ટ્રીય અધ્યક્ષે જવાબદારી આપી છે એટલે પાર્ટી જે કહેશે તે કામ મારે કરવાનું હોય, મારી ઘરવાળી કહે તે કામ કરવાનું ન હોય. આમ કહીને કિશોર ચીખલિયાએ પૂર્વ પ્રમુખ સામે નિશાન સાધી લીધું હતું.

કોંગ્રેસ ગુજરાતમાં લાંબા સમયથી માળખામાં બદલાવ કરવાનો પ્રયાસ કરી રહી હતી. મોડે મોડે બદલાવ કર્યો અને 11 જિલ્લાના પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી. જેમાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાનું નામ જોઇને બધા ચોંકી ગયા હતા.

મોરબીના પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતિ પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોએ એ પણ કિશોર ચીખલિયાની નિમણૂંક સામે સવાલ ઉઠાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. પૂર્વ પ્રમુખે કહ્યું કે, ચીખલિયાને પ્રદેશ કોંગ્રેસે જે પ્રમુખ આપ્યું એ વાત યોગ્ય નથી. કોંગ્રેસના કાર્યકરો ચીખલિયાને કોઇ પણ સંજોગોમાં સ્વીકારી શકશે નહીં.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિ પટેલને જ્યારે પેટા ચૂંટણીમાં ટિકીટ આપવામાં આવી તે સમયે જ કિશોર ચીખલિયા ભાજપમાં ચાલ્યા ગયા હતા અને જંયતિ પટેલ ચૂંટણી હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp