માતાને તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધતા જોઈ ગઈ દીકરી અને પછી...

PC: groupon.com

સુરેન્દ્રનગર જિલ્લામાં મા-દીકરીના સંબંધને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માએ તેના પ્રેમી સાથે મળીને પોતાની 17 વર્ષની દીકરીનું ગળું કાપી નાખ્યું હતું. બંનેએ તેના પેટમાં 4-5 વાર ચપ્પુના પ્રહાર કર્યા જેનાથી તે જીવિત ન રહી શકે.

આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની છે. પોલીસે જણાવ્યું કે કંકૂ ઠાકોર (35) ઉંમગ ઠક્કર (37)ના ઘરે નોકરાણીનું કામ કરતી હતી. આ દરમિયાન બંને બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. કંકૂની દીકરી સોનલ ઉર્ફે સોનમ પણ ક્યારેક ક્યારેક તેની મા સાથે ઉંમગના ઘરે જતી હતી. બુધવારે તે વગર કહ્યે અચાનક ઉમંગના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં સોનમે કંકૂ અને ઉંમંગને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. તેથી બંનેને લાગ્યું કે સોનમ તેમના સંબંધ વિશે બધાને જણાવી દેશે.

સોનમ તેમના સંબંધની વાત સાર્વજનિક ન કરે તે હેતુસર બંનેએ સોનમને મારી નાંખવાનો પ્લાન કર્યો અને સોનમને પકડીને રસોડામાં મૂકેલા ચપ્પુથી તેનું ગળું રહેંસી નાંખ્યું. તેમને લાગ્યું કે કદાચ એ જીવતી રહી ગઈ તો તેમનો ભાંડો ફોડી નાંખશે તેથી તેમણે સોનમના પેટમાં વધુ ચાર-પાંચ ઘા ઝીંકી દીધા હતા અને સોનમે ત્યાંજ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.

બુઘવારે મોડી રાત સુધી કંકૂ અને સોનમ ઘરે ન પહોંચી તો પરિવારના લોકો ચિંતામાં મૂકાયા હતા. તેમણે બંનેની શોધખોળ ચાલુ કરી હતી. આ દરમિયાન તે લોકો ઉમંગના ઘરે પહોંચ્યા તો ત્યાં તેમને સોનમનું મૃતદેહ ત્યાં પડેલો મળ્યો. સોનમના પિતરાઈ ભાઈ વિષ્ણુએ તરત જ પોલીસને જાણકારી આપી અને પોલીસે કંકૂ અને ઉમંગની ધરપડક કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp