મુકેશ અંબાણીએ 20 ગામના 60,000 લોકોને જમાડ્યા, જાતે પિરસ્યું

PC: divyabhaskar.co.in

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગનો કાર્યક્રમ 1થી 3 માર્ચ ગુજરાતના જામનગરમાં રિલાયન્સ રિફાઇનરીમાં થવાનો છે. એ પહેલાં અંબાણી પરિવાર જામનગર પહોંચી ગયો છે અને રિલાયન્સ ટાઉનશીપની આજુબાજુના 20 ગામોના 60,000 લોકોને ભોજન કરાવવામાં આવ્યું છે.

મુકેશ અંબાણી દુનિયાભરમાં જાણીતા ઉદ્યોગપતિ હોવા છતા હજુ પણ જમીન સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે ભારતીય સંસ્કારો, ભારતીય પરંપરા અને ભારતીય ધર્મને જાળવી રાખ્યો છે. ગામના 60,000 લોકોને ઉચ્ચ કક્ષાનું ભોજન પીરસવામાં આવ્યું હતું અને અનંત, રાધિકા અને મુકેશ અંબાણીએ જાતે જ લોકોને ભોજન પિરસ્યું હતું.

અંબાણી પરિવારે અનંત- રાધિકાની સગાઇ પણ શ્રીનાથજી મંદિરમાં કરી હતી. નીતા અંબાણીએ મુંબઇમાં કલ્ચરલ સેન્ટર પણ શરૂ કર્યું છે. આવું કોઇ ઉદ્યોગપતિઓ કરતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp