VIDEO: જામનગરની ઘટના, હોસ્પિટલમાંથી નવજાત બાળકીની થઈ ચોરી

PC: khabarchhe.com

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના બનવા પામી છે, જેમાં નર્સ જેવું જ એપ્રન પહેરેલી એક મહિલા હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં 4.30 વાગ્યા અરસામાં એક તાજી જન્મેલી બાળકીને ઉઠાવી ગઈ હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. સાંજના સુમારે 6 વાગ્યાની આસપાસ આ બાળકી ખોડિયાર કોલોની વિસ્તારમાંથી મળી આવી હતી.

જામનગર શહેરના વોર્ડ નંબર 15ના શંકરટેકરી પાણીના ટાંકા પાસે રહેતા સોહાનાબહેન અફઝલભાઈના ઘરે શુક્રવારે બપોરે બે વાગ્યે દીકરીનો જન્મ થયો હતો. જેથી પત્નીને સારવાર માટે જી.જી.હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન જન્મેલી બાળકીને ઇન્જેક્શન અપાવવા માટે અફઝલભાઈના માતા જઈ રહ્યા હતા, ત્યારે નર્સ જેવા ડ્રેસમાં રહેલ એક મહિલાએ કહેલું કે હું તમારી બેબીને સાચવું છું અને બાળકીની માતાની સહીની જરૂર પડશે તેને બોલાવો. તેમ કહેતા અફઝલભાઈની માતાએ તેને વિશ્વાસે તે બાળકી આપી હતી. પણ જોતજોતામાં નર્સ જેવી લાગતી મહિલા બાળકીને લઈને પલાયન થઇ ગઈ હતી.

પરિવારજનો સહિત પ્રસૂતાનું કહેવું છે કે નર્સ જેવું જ એપ્રન પહેરેલી મહિલા જ નવજાત બાળકીને ઉઠાવીને પલાયન થઈ છે. ઘટનામાં નર્સ જેવો ડ્રેસ ધારણ કરેલ મહિલા જે બાળકીને લઈ જઈ રહી છે તેના CCTV ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે. જેને આધારે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ આરંભી દેવામાં હતી. તેમજ સાંજના 6 વાગ્યાની આસપાસ પરત ખોડિયાર કોલોની વિસ્તારમાંથી આ બાળકી મળી આવી હતી.

ઘટનાને પગલે પોલીસતંત્ર પણ દોડતું થઈ જતાં ખુદ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, DySP એ.પી.જાડેજા સહિતનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે અંતે બાળકી હેમખેમ મળી આવતાં પોલીસતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp