અહંકારી માછલીની આંખ વીંધવા માટે આવ્યો છું: પરેશ ધાનાણી

PC: facebook.com/pareshdhananiofficial

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ઉતાર્યા છે અને રૂપાલાની રાજકોટમાં જીપ લપસી ગઇ હતી અને તેનાથી ક્ષત્રિય સમાજ આજે 25 દિવસ થવા છતા નારાજ છે. રાજકોટ બેઠક પર અચાનક સમીકરણો બદલાવવાને કારણે કોંગ્રસેને જીતનો મોટો લાડવો દેખાયો અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને રૂપાલા સામે મેદાનમાં ઉતારી દીધા. પરેશ ધાનાણીએ શુક્રવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને સાથે રૂપાલા સામે નિશાન પણ સાધી દીધું હતું.

ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મે 2024ના દિવસે થવાનું છે અને 19 એપ્રિલે ઉમેદવારાનો ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શુક્રવારે 12-39 વાગ્યે વિજય મૂર્હુતમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં નિવેદન આપ્યું હતું. જેને કારણે ગુજરાતનો ક્ષત્રિય સમાજ લાલઘુમ છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કર્યા, રૂપાલાએ 3 વખત માફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવા માટે તૈયાર નથી અને રૂપાલાને હટાવવાની એક માંગ સાથે અડીને બેઠો છે.

જો કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, રૂપાલાની સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ અપક્ષ ફોર્મ ભરશે, પરંતુ એવું કશું થયું નથી. કોઇ પણ ક્ષત્રિયાણીએ રૂપાલા સામે ફોમ ભર્યું નથી.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મેં દીકરીઓની આંખમાં આંસૂઓ જોયા છે અને એટલે અંહકારી માંછલીની આંખ વીંધવા માટે આવ્યો છું.ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યો છે. ધાનાણીએ આગળ કહ્યું કે, મેં આજે સ્વાભિમાનની લડાઇનો શંખનાદ કરી દીધો છે. આ સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઇ છે. હું રાજકોટ વાસીઓના દીલ જીતવા માટે આવ્યો છું.

ધાનાણીએ કહ્યું કે, અંગ્રેજો સામેની લડાઇની નેતાગીરી ગુજરાતે લીધી હતી, ફરી એકવાર ગુજરાતના આઝાદ કરવા માટે રાજકોટ આવ્યો છું, વિકાસની પરિભાષા બદલવા આવ્યો છું. તમારા બાપ-દાદાએ ચુકવેલા ઋણ ને ચૂકવવા આવ્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને આવી રહ્યા છે. વર્ષ 2002માં રાજકોટ વિધાનસભાની બેઠક પર પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી સામ સામે હતા અને એ ચૂંટણીમાં પરેશ ધાનાણીની જીત થઇ હતી. એટલે કોંગ્રેસ સપના જોઇ રહ્યું છે કે, 22 વર્ષ પહેલાનું પુર્નરાવતન ફરી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp