જે માતા પિતાને રોજ પગે લાગે.. લોકોએ જાડેજાની એક જૂની પોસ્ટ શોધી નાંખી

PC: twitter.com

ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના પિતાનો એક ઇન્ટરવ્યૂ અને એના પછી રવિન્દ્ર જાડેજાએ આપેલો જવાબ અત્યારે ભારે ચર્ચામાં છે. આ દરમિયાન લોકોએ જાડેજાએ માતા-પિતા પર લખેલી એક જૂની પોસ્ટ શોધી નાંખી છે.આ પોસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ લખ્યું હતું કે, જે વ્યકિત દરરોદ પોતાના માતા-પિતાને પગે લાગે છે, તેને જીવનમાં ક્યારે પણ બીજાના ચરણર્સ્પશ કરવાની સ્થિતિનો સામનો કરવો પડતો નથી.

ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાએ 10 વર્ષ પહેલાં એટલે કે 4 નવેમ્બર, 2012માં ટ્વીટ કરીને આ વાત લખી હતી ત્યારે કદાચ જાડેજાને સપનેય પણ ખ્યાલ ન હશે કે આ જ ટ્વીટ તેના માથામાં વાગશે. તાજેતરમાં તેના પિતાએ રવિન્દ્ર જાડેજા અને રિવાબા વિશે એક ઇન્ટરવ્યૂમા જે નિવેદન આપ્યું અને એ પછી રવિન્દ્રએ પિતાને ચિમકી આપતી ટ્વીટ કરી, પછી લોકોએ આ જૂની પોસ્ટ શોધી કાઢીને રવિન્દ્ર જાડેજાના ગાલ પર તમાચો માર્યો છે.

રવિન્દ્ર જાડેજાના પિતાએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમા કહ્યું હતું કે, ગામમાં મારી પાસે થોડી જમીન છે. હું મારી પત્નીના 20 હજાર રૂપિયાના પેન્શનમાંથી મારો ખર્ચ કાઢું છું. હું 2BHK ફ્લેટમાં એકલો રહું છું. એક સાથીદાર છે જે મારા માટે ભોજન બનાવે છે. હું મારી પોતાની શરતો પર જીવું છું. મારા 2BHK ફ્લેટમાં પણ રવિન્દ્ર માટે એક રૂમ છે. હું રવીન્દ્રને બોલાવતો નથી. મને તેની જરૂર નથી. તે મારો બાપ નથી, હું તેનો બાપ છું. તેણે મને ફોન કરવો જોઇએ. આ બધા વચ્ચે મારી આંખમાંથી આંસુ સરી પડે છે, રવિન્દ્રની બહેન પણ રક્ષાબંધનના દિવસે આંસુ સારે છે.

પિતા અનિરુદ્ધ જાડેજાએ આગળ કહ્યું કે, રવિન્દ્રને કિક્રેટર બનાવવા માટે મેં ઘણી મહેનત કરી હતી. પૈસા કમાવવા માટે 20-20 લીટરનો કેન ખભા પર ઉંચકતો હતો. મેં એક વોચમેન તરીકે પણ કામ કર્યું છે. અમે એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ. પિતાએ કહ્યું કે, મારા કરતા પણ રવિન્દ્ર જાડેજાનું વધારે ધ્યાન તેની બહેન અને મારી દીકરી નયનાબા જાડેજાએ રાખ્યું હતું.

નયનાબાએ એક માની જેમ રવિન્દ્ર જાડેજાનો ઉછેર કર્યો હતો. પરંતુ આજે રવિન્દ્ર નયનાબાની સાથે કોઇ સંબંધ રાખતો નથી.રિવાબા સાથેના લગ્નના 3 જ મહિનામાં ઝગડા શરૂ થયા હતા. રિવાબાએ શું જાદુ કર્યો છે કે રવિન્દ્ર સંબંધ રાખતો નથી.

આવી ઘણી બધી વાતો રવિન્દ્ર જાડેજાના પિતાએ મીડિયા ઇન્ટરવ્યીમાં કરી હતી. પિતાનો ઇન્ટરવ્યૂ વાયરલ થતાની સાથે રવિન્દ્ર જાડેજાએ X પ્લેટફોર્મ પર લખ્યું કે, વાહિયાત ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવેલી વાતો ખોટી અને પોકળ છે. આ બધા આરોપોનું હું ખંડન કરુ છું. મારી પત્નીની ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે. મારી પાસે પણ કહેવાનું ઘણું છે, પરંતુ હું બધાની સામે કહેવા માંગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp