સમય કરતા પહેલા લીલી પરિક્રમા શરૂ કરનારા પદયાત્રીઓને ઉઠક-બેઠક કરાવાઈ

PC: youtube.com

આજે એટલે કે, 8 નવેમ્બરથી ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઇ ગઈ છે, હજારો લોકો લીલી પરિક્રમા કરવા માટે દૂર દૂરથી જૂનાગઢ પહોંચ્યા હતા. પરીક્રમાની શરૂઆત પહેલા વન વિભાગ દ્વારા પરિક્રમાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જો કે, કેટલાક લોકો અગીયાસર પહેલા જ ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત કરી દેતા હોય છે પરંતુ ચાલુ વર્ષે જૂનાગઢના કલેક્ટર દ્વારા 8 નવેમ્બર પહેલા ગીરનારની લીલી પરિક્રમા પર પ્રીતીબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધનું કારણ ગુજરાત પર થનારી 'મહા' વાવાઝોડાની અસર હતી. એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

8 નવેમ્બર પહેલા પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો પરિક્રમા કરવા લાગ્યા હતા. આ વાત તંત્રના ધ્યાનમાં આવતા તમામ લોકોને સુચનાનું પાલન ન કરવા બાબતે સજા કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર 22 જેટલા પદયાત્રીઓને વન વિભાગના નિયમનું અને કલેક્ટરની સુચનાનું ઉલ્લંઘન કરીને ગીરનારની સેન્ચ્યુરીમાં પ્રવેશ કર્યો હતો. વન વિભાગ દ્વારા આ તમામ લોકો પાસેથી 1000 રૂપિયાના દંડની વસુલાત કરીને કેટલાક લોકોને આ પ્રકારની ભૂલ કરવા બદલ ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લીલી પરિક્રમાનો માર્ગ રક્ષિત વન વિસ્તારમાંથી પસાર થાય છે અને આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ પણ ફરતા હોય છે. આ વિસ્તારમાં વન વિભાગની મંજૂરી કે, સુચના વગર પ્રવેશ કરવો વન્ય પ્રાણીઓ અને પદ યાત્રીઓ માટે ક્યારેક જોખમી પણ શાબિત થઇ શકે છે. આ પદ યાત્રીઓ હવે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન કરે તે માટે વન વિભાગ દ્વારા આ પ્રકારની સજા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp