મકાનના આંગણામાં જ ગાંજાનું વાવેતર, 62 કિલોના જથ્થા સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ

PC: divyabhaskar.co.in

દેવભૂમિ દ્વારકામાંથી ગાંજાની ખેતીનો મામલો સામે આવ્યો છે. જેમાં કુલ 62 કિલોના જથ્થા સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ પોલીસે કરી લીધી છે. દ્વારકાના નાગેશ્વર રોડ પરના રાણેશ્વર વિસ્તારમાં પોલીસે એક મકાનના આંગણામાંથી ગાંજાનું વાવેતર થયું હોવાનું પકડી પાડ્યું છે. પોલીસે સુકો ગાંજો, લીલા છોડ સહિત કુલ રૂ. 6.20 લાખનો મુદ્દામાલ અને એક વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મકાનનાં આગણાંમાં જાણે ગાંજાનું આખં જંગલ ઊભું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. દ્વારકાના રામદેવ પીર મંદિરની બાજુમાં રહેતા બાલુભાઈ રાજાભાઈ ખાવડિયાના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં મકાનની નજીક આવેલી જગ્યામાં મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કર્યા હોવાનું જાણવા મળ્યું. પોલીસે 5.67 લાખની કિંમતના ગાંજાના 56.786 ગ્રામ વજનના 43 લીલા છોડ, રૂ. 53,140/ ની કિંમતનો પાંચ કિલો 313 ગ્રામ સુકો ગાંજો અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે બાલુભાઈ ખાવડિયાની ધકપકડ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર યાત્રાધામ દ્વારકામાં ચકચાર મચાવી દીધી છે. દ્વારકા જિલ્લાના SOG ઈન્ચાર્જ જે.એમ. ચાવડા તથા PSI એ.ડી. પરમાર તથા સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. એટલે મોડી સાંજે ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સરનામાને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને પ્રાથમિક પૂછપરછમાંથી એવું જાણવા મળ્યું છે કે, આવું આરોપીએ પોતાના અંગત સ્વાર્થ હેતું કર્યું હતું.

આરોપી રાજાભાઈ નિવૃત રેલવે કર્મચારી છે. નિવૃતિ બાદ નશાના રવાડે ચડતા ગાંજો પીવાનું ચાલું કર્યું હતું. જે પોતે પણ પીતો અને અન્યને પણ વેચતો હોવાથી તેણે પોતાના રહેણાંક મકાનની નજીકના પટમાં જ ગાંજાની ખેતી કરવાની શરૂ કરી દીધી હતી. જે ગેરકાયદેસર છે. આવી ખેતી પર પ્રતિબંધ છે. જોકે, આ છોડવા તેણે પોતે રોપેલા હોવાનું પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે. સ્પેશ્યલ ઑપરેશન ગ્રૂપની ટીમે નાગેશ્વર રોડ પરના મકાનની પાછળના ભાગે તપાસ શરૂ કરી હતી. જામનગરના વિજરખી ગામ પાસેથી પણ દોઢ કિલો ગાંજા સાથે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી હતી. આ બંને વ્યક્તિ સુરતથી ગાંજો લાવીને જામનગરમાં વેચવાના પ્લાનમાં હતા. પોલીસે આ કેસમાં અબ્દુલ લતીફ અને અખ્તર યુસુફ સુમરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp