બંગાળની ખાડીમાં દબાણની શક્યતા, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારે વરસાદ

PC: twitter.com

હવામાન વિભાગની આગાહી મુજબ 22 તારીખના રોજ સાઉથ-વેસ્ટર્ન બંગાળની ખાડીમાં દબાણ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, 24 મેની આજુબાજુ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં શરૂમાં નોર્થ-વેસ્ટ તરફ આગળ વધે અને મધ્યમાં કેન્દ્રીત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 23મેથી 27 મે સુધી બંગાળની ખાડીમાં  સર્જાનાર આ વાવાઝોડાની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળે તેવો રિપોર્ટ સામે આવ્યો છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ 28 મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરિયા કિનારાના શહેરોમાં ભારે વરસાદની આગાહી છે.

...તો 72 દિવસનું વાવાઝોડું ફૂંકાય, અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તો ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવ્યું છે. હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યું કે, અકળાવી મુકતી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગરમીમાંથી રાહત મળશે.

પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરુઆત થશે. 21 મે બાદ હવામાનમાં પલટો આવશે.  24 મે વાદળછવાયુ વાતાવરણ રહેશે. 26-30 મે સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યારબાદ 4 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. જો રોહિણી નક્ષત્રની શરુઆતમાં વરસાદ થાય છે, તો 72 દિવસનું વાવઝોડુ ફૂકાય અને જો બીજા ત્રણ દિવસમાં વરસાદ થાય છે તો એટલા દિવસ પવનમાં ઘટે છે.

અંબાબાલ પટેલે કહ્યું કે, રોહિણી નક્ષત્ર ઉતરતા વરસશે તો સારો વરસાદ થવાની સંભાવના રહે છે. આ વખતે રોહિણી ઉતરતા વરસાદ થવાની સંભાવના રહેશે. એટલે ચોમાસું સમયે આવવાની સંભાવના રહેશે. અને વરસાદ સારો થવાના અનુમાન છે. 24 મે સુધીમાં અંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને દક્ષિણ પૂર્વીય કિનારાઓ પર 30 મે સુધીમાં વાવાઝોડુ સક્રિય થશે અને વાવાઝોડાની પવનની ગતિ તેજ રહેશે.

અરબ સાગરમાં મે મહિનાના અંત અને જૂનની શરુઆતમાં વાવાઝોડુ થવાની સંભાવના રહેશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફૂંકાશે. ત્યારબાદ મૃર્ગશિષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના રહેશે. 17-28 જૂન વચ્ચે પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાનુ અનુમાન છે. આ વખત તેજ ગતિના પવન રહેશે. જુલાઈ ઑગસ્ટમાં સારો વરસાદ થશે અને ચોમાસું સારું રહેશે. 28 મેથી વરસાદ થવાની સંભાવના રહેશે, પરંતુ તેને નિયમિત ચોમાસું કહી શકાય નહીં. હવામાનના આંકલન બાદ નિયમિત ચોમાસાની ગણતરી થતી હોય છે. જો કે ચોમાસું બેસે તે પહેલા પ્રી-મોનસૂન એક્ટિવિટીના કારણે વરસાદ થશે.

ચોમાસાના આગમન અગાઉ વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની સંભાવના છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મેની આસપાસ લૉ પ્રેસર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફરેવાય તેવી સંભાવના છે.

જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે મૌસમ વિભાગે એ માટે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ આગાહી કરી નથી. જો કે બીજી તરફ હવામાન વિભાગે 24 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp