રાજકોટ: ઓવરબ્રીજના ચાલુ કામે ક્રેઇન નીચે પડી, લોકોમાં અફડાતફડી મચી

PC: twitter.com

રાજકોટમાં ઘણી જગ્યાએ ઓવર બ્રિજના કામ ચાલી રહ્યા છે. રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇ-વે ગોંડલ ચોકડી પાસે પણ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સવારે કામ ચાલતું હતું તે વેળાએ બ્રિજ પરથી ક્રેઇન નીચે પડી ગયું હતી જેથી લોકોમાં દોડ ભાગ મચી ગઈ હતી અને સદ્ નસીબે જાનહાનિ ટળી હતી. રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇ-વે ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલુ છે. ત્યારે આજ રોજ ચાલુ કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હતી. ઓવરબ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન બ્રિજ પરથી ક્રેઇન પડી હતી. ક્રેઈન પડતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનવાની કામગીરી છે શરૂ, છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ થઈ રહ્યું છે, તાજેતરમાં જ બ્રિજ પર એક સાઈડનો રોડ ખુલ્લો મુકલવામાં આવ્યો છે.

બીજી સાઈડની કામગીરી શરૂ છે ત્યારે આજ રોજ ચાલુ કામગીરી દરમિયાન ક્રેન પડતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ત્યારે વાત કરીએ આ બ્રિજની તો છેલ્લા ઘણા સમયથી આ બ્રીજની કામગીરી શરૂ છે ત્યારે તંત્ર દ્વારા કેટલા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp