રાજકોટ આગ કાંડ: નાના કર્મચારીઓનો ભોગ લેવાયો, મોટા અધિકારીઓને બચાવી લેવાયા

રાજકોટમાં આવેલા TRP ગેમિંગ ઝોનમાં ગુજરાત સરકારે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને મોટા અધિકારીઓની માત્ર બદલી કરીને ઘટના પર પડદા પાડવાનો મોટો ખેલ કરી લીધો છે. નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, PI વી આર પટેલ, એન આઇ રાઠોડ, કાર્યપાલક ઇજનેર પારસ એમ કોઠીયા, સુપરવાઇઝર ગૌતમ ડી જોશી, આસિ. ઇજનેર જયદીપ ચૌધરી, ફાયર ઓફિસર રોહિત વિગારોને સસ્પેન્ડ કરી દેવાયા છે.

જ્યારે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર વીધિ ચૌધરી, DCP- ઝોન-2 ડો.સુધીર દેસાઇ, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની માત્ર બદલી કરી દેવામાં આવી છે.

લોકોનો સવાલ છે કે કેટલાં માણસો મરે તો આ કમિશ્નરો સસ્પેન્ડ થાય. ગુજરાત હાઇકોર્ટે પણ સખત ટીપ્પણી કરી છે કે શું પોલીસ કમિશ્નર અને પાલિકા કમિશ્નર આંધળા હતા? તેમને સસ્પેન્ડ શું કામ ન કરવા જોઇએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp