ગેમ ઝોન આગ: રાજકોટ પોલીસ કમિશ્નરે મીડિયાના જવાબ આપ્યા વગર ચાલતી પકડી

PC: twitter.com

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં 32 લોકોના મોત પછી રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વે મીડિયાને પ્રારંભિક માહિતી સવાલોના જવાબ આપવાને બદલે ચાલતી પકડી હતી. પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, આ ગેમ ઝોનને નવેમ્બર 2023માં રૂટીન લાયસન્સ આપવામાં આવ્યું હતું અને 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 સુધી રિન્યૂઅલ આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે આ ઘટનામાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. મીડિયાએ સવાલોની ઝડી શરૂ કરી હતી, પરંતુ કમિશ્નરે કોઇ જવાબ આપ્યો નહોતો.

આગ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે અને શહેરના તમામ ગેમિંગ એરિયામાં કામગીરી બંધ કરવા માટે સંદેશો મોકલી આપવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.'

PM મોદીએ રાજકોટ આગને લઈને ગુજરાતના CM સાથે વાત કરી છે અને તેમની પાસેથી રાહત કાર્ય વિશે માહિતી લીધી છે. PM મોદીએ X પર કહ્યું, 'રાજકોટમાં લાગેલી આગની દુર્ઘટનાએ આપણા બધાને દુઃખી કરી દીધા છે. થોડા સમય પહેલા તેમની સાથેની ટેલિફોનિક વાતચીતમાં, ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ જીએ મને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું હતું.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. રાજકોટ (ગુજરાત)ના ગેમ ઝોનમાં બનેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. મેં CM સાથે વાત કરી છે અને આ અકસ્માત અંગે માહિતી મેળવી છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુ:ખદ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ સાથે જ રાજકોટ આગની ઘટના પછી રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા રાજ્યના તમામ ગેમ ઝોનનું નિરીક્ષણ કરવા અને ફાયર સેફ્ટીની પરવાનગી વિના ચાલતા ગેમ ઝોનને બંધ કરવા પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને આદેશ કર્યો છે.

પોલીસ મહાનિર્દેશકે નગરપાલિકાઓ અને નગરપાલિકાઓના ફાયર ઓફિસરો અને સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને આ પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે. રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp