ગુજરાત સરકાર કહે જયસુખ પટેલને જામીન આપો અમને વાંધો નથી, કોર્ટે તો પણ ના આપ્યા

PC: twitter.com

ગુજરાત હાઇકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને ફરીએકવાર ઝટકો આપ્યો છે. કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. ગુજરાત સરકારે તો કોર્ટને એમ કહ્યું હતું કે, જયસુખ પટેલને જામીન આપો તો અમને કોઈ વાંધો નથી. તેમ છતા હાઇકોર્ટે જયસુખને જેલમાંથી આવવા નહોતો દીધો. થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારે જયસુખ પટેલની જામીનનો નિર્ણય કોર્ટના વિવેક પર છોડી દીધો હતો.

હવે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દેવાયા બાદ તે જેલમાં જ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલા જ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી જતા 135 લોકોના મોત થયા હતા. જયસુખ પટેલે 30 ઓક્ટોબરની ઘટના પછી 30 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

ગયા અઠવાડિયે ગુજરાત સરકારે હાઇકોર્ટને કહ્યું હતું કે, જયસુખ પટેલને જામીન આપવા હોય તો આપી શકે છે સરકારને કોઈ વાંધો નથી, પરંતુ આ ઘટનામાં જીવ ગુમાવનારના પીડિત પરિવારો સરકારના આ વલણથી નારાજ હતા. પીડિત પરિવારજનોએ PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલને લેટર લખીને સરકારી વકીલ મિતેશ અમીનને હટાવવાની માગ કરી હતી. ગુજરાત સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, જયસુખ પટેલ એક બિઝનેસમેન છે અને તેમના ફરાર થવાની સંભાવના નથી. આ સિવાય જયસુખ પટેલના જેલમાં રહેવાથી તેમના બિઝનેસ પર પણ અસર પડી રહી છે. આ મામલે સાક્ષીઓની સંખ્યા બહુ મોટી છે અને આમાં ઘણો સમય લાગી જશે, એટલે જયસુખ પટેલને જામીન મળી પણ જાય તો કોઈ વાંધો નથી, પરંતુ કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખતા જયસુખને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે દિવાળીના સમયે પણ જયસુખ પટેલને જામીન આપવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પણ કોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવ્યો હતો. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, FSL રિપોર્ટ મુજબ પૂલ ઘણા કારણોથી નબળો થઈ ગયો હતો. આ કેસમાં અત્યારસુધીમાં 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટિંગ ક્લાર્ક અને ઓરેવા ગ્રુપના મેનેજરને જામીન મળી ચૂક્યા છે. 10 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp