શ્રી ખોડલધામ ટ્રસ્ટ ગોંડલમાં બાય-બાય નવરાત્રીનું આયોજન કરશે

PC: twitter.com

શ્રી ખોડલધામ ટ્રસ્ટે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગોંડલમાં સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ દ્વારા બાયબાય નવરાત્રી યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે. ગોંડલમાં તારીખ 3 અને 4 નવેમ્બરે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાય બાય નવરાત્રી મહોત્સવ-2023નું આયોજન નેશનલ હાઇવે પર માર્કેટ યાર્ડની બાજુમાં સ્વસ્તિક પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. પાર્ટીપ્લોટમાં એક ખોડિયાર માતાજીનું મંદિર બનવવામાં આવશે. સતત છઠા વર્ષે મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતા ખેલૈયાઓ માટે રાસ રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ગોંડલ દ્વારા બાય બાય નવરાત્રીનું સતત છઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 થી વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં 100 થી વધુ કાર્યકર્તા નવરાત્રીમાં સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થી સમિતિ અને મહિલા સમિતિ દ્વારા અલગ અલગ જવાબદારી પૂર્વક કામગીરી કરતી રહે છે. રાત્રીના 7.30 કલાકે માતાજીની આરતી પૂજા અર્ચના કર્યા બાદ નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવશે. અને ત્યારબાદ ખેલૈયાઓ દ્વારા રાસ રમવામાં આવે છે. શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ બાય-બાય નવરાત્રીના મહોત્સવમાં ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જેમાં સિંગર માર્ગી પટેલ, દેવ ભટ્ટ, આરતી ભટ્ટ, ઓરકેસ્ટ્રા આરીફ ચીના અને એન્કર હાર્દિક સોરઠીયા ખેલૈયાઓને રાસ ગરબા રમાડશે.

દાંડિયારાસના ગ્રાઉન્ડમાં સમગ્ર એરીયાને સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યું છે. તેમજ બાઉન્સર સાથે સિક્યુરિટીની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ફાયર સેફ્ટીની પણ તકેદારી રાખવામાં આવી છે.

આરોગ્ય માટે એક આરોગ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. ત્રણ જેટલી એમ્બ્યુલન્સ પર સ્થળ પર જ રાખવામાં આવશે. જેથી કોઈપણ ખેલૈયાને મેડિકલ ઈમરજન્સી થાય તો તાત્કાલિક સારવાર મળી રહેશે. આ વખતે ખોડલધામ દ્વારા જે તે વ્યવસ્થા કમિટીને જે તે વિસ્તારના લેઉવા પટેલ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે. લેઉવા પટેલ સમાજના જ આગેવાનો નાની મોટી સેવાકીય સંસ્થામાં જોડાયેલા તમામ લોકોને આમંત્રણ આપી તેના સ્વાગત સન્માન કરવામાં આવશે.

એક્સીડેન્ટ પોલિસી પણ 1 કરોડની KDVS ગ્રુપ દ્વારા લેવામાં આવી છે. કાર્યક્રમમાં 2 ભવ્ય એલઇડી સ્ક્રીન, સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ગોંડલ, રાજકોટ, જેતપુર, જસદણ, જૂનાગઢ, અમદાવાદથી આવેલા ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp