25000ના ખર્ચે ખેતરમાં સોલાર પેનલ મૂકાવી,વીજબિલમાંથી મુક્તિ, 36000નો...

PC: bhaskar.com

ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે વીજળીની ઘટ છે. પરંતુ, સમયના સેકન્ડ કાંટ બદલાતી દુનિયા સાથે ખેડૂતો પણ અપગ્રેડ થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આગવી કોઠાસુઝ ધરાવતા એક ખેડૂતે પોતાના ખેતરમાં સોલાર પેનલ ફીટ કરાવીને આજીવન વીજ બિલમાંથી મુક્તિ મેળવી લીધી છે. એટલું નહીં સૂર્ય ઊર્જાને મુખ્ય સ્ત્રોત બનાવીને પોતાના ખેતરમાં ગમે ત્યારે અને ગમે ત્યાંથી પિયત કરી શકાય એવું મસ્ત આયોજન પણ કર્યું છે.

સોલર એનર્જી સાથે થોડી મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બની ગયા છે. મૂળ રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરના અરવિંદભાઈ ગાજીપરાએ વીજળીની ઘટનો નીવેડો લાવવા માટે આઈડિયા અપનાવી લીધો. પોતાની 45 વીઘા જમીનમાં પાકને પૂરતું પાણી વીજળીને કારણે મળતું ન હતું. આથી તેમણે 5 હોર્સપાવરની સોલર પેનલ ફીટ કરાવીને વર્ષે રૂ.36000ના ડીઝલના ખર્ચની બચત કરી લીધી છે. સોલર પેનલ સિસ્ટમ સાથે મોબાઈલ કનેક્ટ કરી ગમે ત્યાંથી આ સમગ્ર સિસ્ટમ ઓપરેટ કરી શકાય એ પ્રકારનો પ્લાન બનાવ્યો છે. સોલર પેનલ ફીટ થાય એ પહેલાં અરવિંદભાઈ પાસે વીજ કનેક્શન ન હતું. ડીઝલ એન્જિનથી ખેતી કરતા હતા. વર્ષે ડીઝલ અને ક્રૂડ પાછળ 36,000નો ખર્ચો થતો હતો તેથી સીધો 36,000નો ખર્ચ આ સોલાર પેનલથી બચી ગયો છે. અરવિંદભાઈ ગાજીપરાએ કહ્યું હતું કે એક હોર્સપાવર સોલર પેનલનો ભાવ 1 લાખ રૂપિયા છે. મેં 5 હોર્સપાવરની સોલર પેનલ ફીટ કરી દીધી છે. જેમાં રૂ.5 લાખ ભર્યા હતા. સોલાર પર સરકાર આર્થિક મદદ કરી સબસિડી આપે છે. એટલે મારે ખાલી રૂ.25000નો બીજો ખર્ચો થયો. આ સાથે સબ્મર્શિબલ પમ્પ, કંટ્રોલર, 200 ફૂટ પાણી ખેંચવાની પાઇપ, 200 ફૂટ વીજ કેબલ, ઇલેક્ટ્રિક મોટર ખેંચવાનું દોરડું જેવા સાધન આપ્યા છે.

આ કંપની 20થી 25 વર્ષની વેલિડિટી આપે છે, એ પણ આખી સિસ્ટમની. આથી વર્ષે એક હજારનો ખર્ચ થયો છે. આ તો સાવ ફ્રીમાં વીજળી મળે છે. કુલ રૂ. 25 હજારમાં કંપનીવાળા ફિટિંગ કરી ઇલેક્ટ્રિક મોટરથી પાણી બહાર કાઢી દે ત્યાં સુધીની જવાબદારી લે છે. આ ઉપરાંત જ્યારે પણ મોટર કે પાઈપમાં કંઈ થાય તો કંપની વાળા આવીને રીપેર કરે છે. આ આખું સેટઅપ છે. 5 વર્ષ સુધી મેઇન્ટેનન્સનો ખર્ચ પણ કંપની ભોગવે છે. એટલે મોટો આર્થિક ફાયદો થાય છે. આનાથી ડીઝલનો ખર્ચો બચે છે. ડીઝલના ધુમાડાંથી ગ્લોબર વોર્મિગ થતું અટકે છે. રાત ઊજાગરા બંધ થઈ ગયા. કારણ કે, વીજળી ગમે ત્યારે આવે ગમે ત્યારે જતી રહે. આમા કોઈ બીજું બેટરી બેકઅપ આવતું નથી. આ ઓફ ગ્રિડ સોલર પેનલ છે. ઇચ્છા થાય ત્યારે વીજળી લઈ શકાય છે. વધારે પડતી વીજળી આવે તો સરકારને વેચી પણ શકીએ છીએ. આખું સેટઅપ એવી રીતે કર્યું છે કે, હું ગમે ત્યાંથી આ ટેકનોલોજીની મદદથી પીયત કરૂ છું. આખા ગુજરાતના ખેડૂતો પિયત કરવા માટે સરકાર પાસે હાથ લાંબા કરતા હોય છે. પણ આમાં સરકારી એક પણ યુનિટની વીજળી લીધા વગર ખેતરમાં પિયત કરી શકાય છે. આ સમગ્ર ટેકનોલોજી મોબાઈલ એપ્લિકેશન સાથે જોડી છે. મોબાઈલથી ઓપરેટ કરીને ખેતરમાં પિયત કરી શકાય છે. આનાથી સરકારી વીજળીના ભરોસે બેસવું પડતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp