પાકિસ્તાનનો PM કહે છે જૂનાગઢ અમારું છે, જાણો કેમ કરી રહ્યો છે તે આવો દાવો
ગુજરાતના જુનાગઢમાં એક નવાબ એવા હતા જેમનો કુતરા પ્રત્યેનો પ્રેમ અજીબોગરીબ હતો. એટલો પ્રેમ કે જ્યારે ભારતથી પાકિસ્તાન ભાગ્યા ત્યારે પોતાની બેગમને બદલે વિમાનમાં કુતરાને સાથે લેતા ગયા હતા.
આ વાત અત્યારે એટલા માટે યાદ કરી છે કારણકે, પાકિસ્તાને ફરી એક વખત જુનાગઢને લઇને રાગ આલાપ્યો છે. આરોપ લગાવી રહ્યું છે કે, ભારતે ગેરકાયદે જુનાગઢ પર કબ્જો કરેલો છે.
એ સમયે જુનાગઢમાં નવાબ હતા મહાબત રસુલખાન. તેમને કુતરા પ્રત્યે એટલો લગાવ હતો કે તેમણે 800 કુતરા પાળ્યા હતા અને દરેક ડોગ માટે એક અલ- અલગ ઘરની વ્યવસ્થા કરી હતી. આ બધામાં રોશન નામની એક ફિમેલ ડોગ નવાબને બહુ પ્રિય હતી. પોતાના જ કુતરા બોબી સાથે રોશનના લગ્ન કરાવેલા અને તે સમયે નવાબે 9 લાખ રૂપિયા ખર્ચેલા, જે આજના સમયમા 10 કરોડ રૂપિયા થાય.
નવાબ મહાબત ભારતમાંથી ભાગ્યો ત્યારે 4 કુતરાને વિમાનમાં સાથે લેતો ગયો હતો અને કહ્યું હતું કે, બેગમ તો પાકિસ્તામાં મળી જશે, પરંતુ કુતરા નહીં મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp